Mumbai : મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે પાર્ટીના એક કાર્યક્રમમાં કહ્યું કે મહારાષ્ટ્રના લોકોએ NCP અને કોંગ્રેસ સાથે જવા માટે શિવસેનાને સમર્થન આપ્યું નથી. ઉદ્ધવ ઠાકરેએ જનતા સાથે દગો કર્યો છે. જનતા સાથે વિશ્વાસઘાત કરનારા નેતાઓને જનતા પાઠ ભણાવશે.


ચૂંટણીના પરિણામો પહેલા CM વિશે કેમ વાત કેમ ન કરી?
તેમણે કહ્યું કે ચૂંટણી પરિણામો પછી જ ઉદ્ધવ ઠાકરે અને શિવસેનાને અઢી વર્ષના મુખ્યમંત્રી પદનું વચન કેવી રીતે યાદ આવ્યું. તેમણે ચૂંટણી મંચ પર નરેન્દ્ર મોદી અને અમિત શાહની સામે આ વાતો કેમ ન કહી. સીએમનું પદ જનતા માટે છે, છતાં ખાનગી ચર્ચાનો મુદ્દો શું હતો?
 
જેલમાંથી બહાર આવીને બની રહ્યાં છે મંત્રી 
શિવસેના અને એનસીપી ગઠબંધન પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે છગન ભુજબળ બે વર્ષ જેલમાં રહ્યા બાદ બહાર આવ્યા અને ઉદ્ધવ સરકારમાં મંત્રી બન્યા. આઝાદીની લડાઈ લડતા તેઓ જેલમાં ગયા નથી. તેમણે કહ્યું કે દાઉદ સાથે સંબંધ ધરાવતા નવાબ મલિક જેલમાં છે પરંતુ સરકારમાં મંત્રી છે. મહારાષ્ટ્રમાં એનસીપીનો જન્મ થયા પછી જ અહીં જાતિની રાજનીતિ શરૂ થઈ હતી.
 
ધારાસભ્યોને શા માટે ઘર આપવું જોઈએ? 
રાજ ઠાકરેએ ધારાસભ્યોને ઘર આપવાનો પ્રશ્ન પણ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે ધારાસભ્યોને ઘર આપતા પહેલા તે લોકોના ફાર્મહાઉસ જનતાને આપો, જો તમારે ઘર આપવું જ હોય ​​તો ઝૂંપડપટ્ટીમાં રહેતા જરૂરિયાતમંદોને આપો.
 
ભ્રષ્ટાચાર અંગે કર્યા પ્રહારો 
રાજ ઠાકરેએ યશવંત જાધવ સામે કાર્યવાહીનો મુદ્દો ઉઠાવતા શિવસેના પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે પાર્ટીના ઘણા નેતાઓ ભ્રષ્ટાચારમાં સામેલ છે. તેમણે કહ્યું કે પહેલા પરિવારને કહો કે બીએમસી જવાનું બંધ કરે. પૈસાનો વ્યવહાર કરશો તો નોટિસ આવશે.