ગાંધીનગરઃ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા વિધાનસભાની ચૂંટણી પહેલા ફરી એકવાર સક્રીય થયા છે અને રાજકારણમાં જોડાવા મુદ્દે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કોંગ્રેસમાં જોડાવાના સંકેતો પણ આપી દીધા છે અને કોંગ્રેસ સાથે ચર્ચા ચાલું હોવાનો દાવો પણ કર્યો છે. તેમણે કહ્યું કે, છેલ્લા એક વર્ષથી ગુજરાતમા રાજકીય શૂન્યાવકાશ છે અને નેતાગીરીના ક્રાંઈસીસ છે. ૨૭ વર્ષથી એક પક્ષનું સાશન છે પરંતુ કોઈ અધિકારી સક્રિય નથી. ગુજરાતમાં દારૂબંધી કાઢી નાંખવી જોઈએ. કોંગ્રેસના મિત્રો સાથે ચાલે છે. દારૂનો ગુજરાતમા ધંધો છે. અગાઉ પ્રજા શક્તિ પાર્ટી બનાવી હતી, પરંતુ એહમદ પટેલના મૃત્યુ પછી લોંચિંગ થયું નથી. લઠ્ઠાકાંડ થયો છે. સત્તા પક્ષના લોકો દારૂ પીવે ત્યાં દારૂબંધી ન થઈ શકે. આરોગ્ય અને શિક્ષણ પર ધ્યાન આપવું જોઈએ.
સરકારને કંટ્રોલ નથી માટે હપ્તાખોરી થાય છે. જે પક્ષના પ્રમુખ બુટલેગર હોય ત્યાં દારૂબત્રધી શક્ય નથી. નશાબંધીની નીતિ સફળ ન થાય એના અનેક કારણો છે. ભાજપ શાસિત રાજ્યોમા દારૂબંધી છે. ગુજરાતમા દારૂબંધી શક્ય નથી. નશાબંધી અને આબકારી ખાતું મારા શાસનમા હતું. રાજકીય પક્ષમા જોડાવા સંદર્ભે નિર્ણય કરવામાં આવશે. પૂર્વની પટ્ટીમા આદીવાસી યુવાનોને રોજગારી મળે. સૌરાષ્ટ્રમા ઓબીસી યુવાનો રોજગારી મળી શકે.
અહેમદ પટેલના સ્વર્ગવાસ અને પછી કોંગ્રેસમા આવી જાઓ એવું કાર્યકર્તાનું કહેવું છે. કોંગ્રેસ સાથે ચર્ચા ચાલુ છે. કોંગ્રેસ જ્યારે નિર્ણય કરે તે કરે. કોંગ્રેસમા જવાનું થાય તો વિધાનસભાના સભ્યો નક્કી કરી શકે. કુલડીમા ગોળ ભાંગવાના મતનો નથી. ભાજપ કરે એ લીલા. ૧૫ લાખ આપવાની વાત તો નરેન્દ્ર મોદીએ કરી હતી. ચૂંટણી પંચ પોપટ છે અને ચૂંટણી પંચે નિયમો બનાવવા જોઈએ. મતની લાલચમા ન નીકળાય.
મફતની રેવડી બાબતે શંકરસિંહ વાઘેલાનું નિવેદન. મતની લાલચમા મેં ધોખાધડી કરી નથી. ૪૦ હજાર કરોડની આવક રાજ્યને થઈ શકે. લાખો કરોડોનું ડ્રગ્સ ગુજરાતમા પકડાય છે. ૫૦ લાખ યુવાનો બેકાર છે.