Parliament Security Breach:કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બુધવારે (13 ડિસેમ્બર) સંસદની સુરક્ષામાં થયેલા ભંગ અંગે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, આજે સૌથી મોટો મુદ્દો બેરોજગારીનો છે, સમગ્ર દેશમાં તેના પર હોબાળો છે.


સંસદની સુરક્ષામાં ખામી પર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શનિવારે (16 ડિસેમ્બર) કહ્યું કે, તેની પાછળના કારણો બેરોજગારી અને મોંઘવારી છે. તેણે કહ્યું, “સુરક્ષામાં ખામી રહી છે, પરંતુ આવું કેમ થયું? સૌથી મોટો મુદ્દો બેરોજગારીનો છે, જેના પર સમગ્ર દેશમાં અશાંતિ છે.


કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નીતિઓને કારણે ભારતના યુવાનોને રોજગાર નથી મળી રહ્યો.


ઘટના ક્યારે બની?


બુધવારે (13 ડિસેમ્બર) સંસદ પર 2001ના આતંકવાદી હુમલાની વર્ષગાંઠના દિવસે સુરક્ષામાં મોટો ભંગ થયો હતો. લોકસભાની કાર્યવાહી દરમિયાન બપોરે લગભગ 1 વાગે બે લોકો પ્રેક્ષક ગેલેરીમાંથી ગૃહની અંદર ઘૂસી ગયા હતા.આ પછી તેમણે સ્પ્રે ગેસના  ડબ્બામાંથી  પીળો ધુમાડો સ્પ્રે કરીને ઉડાવ્યો હતો. ઘટના બાદ તરત જ બંને ઝડપાઈ ગયા હતા. તે જ સમયે, અન્ય બે લોકોએ સંસદ ભવન બહાર પણ પ્રદર્શન કર્યું હતું.






લોકસભામાં ઝંપલાવનાર બે લોકોની ઓળખ સાગર શર્મા અને મનોરંજન ડી તરીકે થઈ છે. ગૃહની બહાર રહેલા બે લોકોની ઓળખ હરિયાણાના જીંદ જિલ્લાના ગામ ઘાસો ખુર્દની રહેવાસી નીલમ (42) અને લાતુર (મહારાષ્ટ્ર)ના રહેવાસી અમોલ શિંદે (25) તરીકે થઈ છે.આ સિવાય આ બધા પાછળનો માસ્ટર માઈન્ડ મનાતા લલિત ઝાની પણ પોલીસે ધરપકડ કરી છે. પાંચેય આરોપીઓ હાલ પોલીસ કસ્ટડીમાં છે.


વિપક્ષની માંગ


સંસદની સુરક્ષામાં ભંગના મુદ્દે વિરોધ પક્ષો સરકાર પર પ્રહારો કરી રહ્યા છે. શુક્રવારે જ સંસદની કાર્યવાહી આખો દિવસ ચાલી શકી ન હતી. વિપક્ષનું કહેવું છે કે ગૃહમંત્રી અમિત શાહે ગૃહમાં જવાબ આપવો જોઈએ. સરકારનું કહેવું છે કે, તપાસના આદેશ આપવામાં આવ્યા છે, તેથી આ મુદ્દે રાજકારણ ન થવું જોઈએ.