Jain monk on Rahul Gandhi જૈન સાધુ રમણિક મુનિએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના જોરદાર વખાણ કર્યા છે. આ વીડિયોમાં જૈન મુનિ રાહુલ ગાંધીની 4000 કિલોમીટર લાંબી ભારત જોડો યાત્રાની પણ પ્રશંસા કરી છે.અને તેમને જ્ઞાની માણસ ગણાવ્યા  છે. કોંગ્રેસ પ્રવક્તા સુપ્રિયા શ્રીનાતે પણ જૈન મુનિના વીડિયો પર પ્રતિક્રિયા આપી છે.                       

જૈન સાધુ રમણીક મુનિજી મહારાજે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના વખાણ કર્યા છે. કોંગ્રેસ પ્રવક્તા સુપ્રિયા શ્રીનાતે પણ જૈન મુનિના વીડિયો પર પ્રતિક્રિયા આપી છે. આ વીડિયોમાં જૈન મુનિ રાહુલ ગાંધીની 4000 કિલોમીટર લાંબી 'ભારત જોડો યાત્રા'ના વખાણ કરે છે અને તેમને જ્ઞાની માણસ ગણાવે છે.                   

જૈન સાધુએ કહ્યું- રાહુલ માટે મારા વિચારો બદલ્યા

જૈન મુનિએ વીડિયોમાં કહ્યું કે, રાહુલ ગાંધીની 3000-4000 કિલોમીટર ચાલવાની તપસ્યા જોઈને તેમના વિશેના મારા વિચારો બદલાઈ ગયા છે. તેણે કહ્યું કે મને પહેલા લાગતું હતું કે તે સામાન્ય માણસ માટે ગંભીર નથી અને તેમનું દર્દ સમજી શકતા નથી, પરંતુ સત્ય કંઈક બીજું છે.          

સુપ્રિયા શ્રીનાતે કર્યું ટ્વીટ 

તેમના નિવેદન પર પ્રતિક્રિયા આપતા કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનાતે ટ્વીટ કર્યું કે, એવું નથી કે રાહુલ ગાંધી બદલાયા છે, તેઓ હંમેશા આવા હતા. તેમણે કહ્યું કે કરોડો રૂપિયાનો ખર્ચ કરીને તેમની છબી ખરડવાનું ષડયંત્ર હવે પડી ભાંગ્યું છે. છેવટે, સૂર્ય અને સત્યને કોણ છુપાવી શક્યું છે?                              

આ પણ વાંચો

Junagadh:જૂનાગઢ ગિરનારના વિકાસ માટે સરકારે આટલા કરોડ રુપિયાની કરી ફાળવણી, જાણો

Botad: ભાજપના જ ચેરમેને પોતાના મત વિસ્તારમાં કામ ન થતા હોવાથી મુખ્યમંત્રીને પત્ર લખતા રાજકારણ ગરમાયું, જાણો વિગત

Gujarat Rain: બંગાળની ખાડીમાં બે વરસાદી સિસ્ટમ સક્રિય, ગુજરાતના આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ

ગેંગ્સ ઓફ પોરબંદર ભાગ-8 : એક ફોન અને દબોચાયો ડોન, 30 મિનિટમાં જશુ ગગન જેલમાં

Defamation Case: 'મોદી સરનેમ' મામલે રાહુલ ગાંધી સુપ્રીમમાં