Amazon Deivered Wrong Product: ઓનલાઇન ખરીદી કરનારાઓ સાવધાન, ઓનલાઇન ખરીદીમાં આજકાલ મોટી છેતરપિંડીના કિસ્સા સામે આવી રહ્યાં છે. ઈ-કોમર્સ વેબસાઈટ એમેઝૉન અથવા ફ્લિપકાર્ટ પરથી ખરીદી કરતી વખતે હંમેશા ધ્યાનમાં રાખો કે તમે વિશ્વાસપાત્ર વિક્રેતા પાસેથી જ માલનો ઓર્ડર આપો છો. જો તમે આવું ન કરો તો તમારી સાથે છેતરપિંડી થઈ શકે છે. કહેવાનો અર્થ એ છે કે તમને બૉક્સમાં ખરાબ પ્રૉડક્ટ્સ અથવા અન્ય કોઈ વસ્તુ મળી શકે છે. આવામાં ના તો તમને ઓર્ડર કરેલી વસ્તુ સમયસર મળશે અને ના તો તમારા પૈસા સમયસર પાછા મળશે. ઘણી વખત ડિલિવરી એજન્ટો પણ પ્રૉડક્ટ સાથે છેડછાડ કરે છે જેના કારણે ગ્રાહકોને અન્ય પ્રૉડક્ટ મળે છે.
એમેઝૉનના બૉક્સમાથી નીકળ્યું અનાજ -
આ દરમિયાન અરુણ કુમાર મૈહર સાથે પણ કંઈક આવું જ બન્યું છે. ખરેખર, તેમે એમેઝૉનમાંથી 90,000 રૂપિયામાં કેમેરા લેન્સનો ઓર્ડર આપ્યો હતો. જ્યારે ઓર્ડર ઘરે પહોંચ્યો ત્યારે તેને જોયું કે તેમાં લેન્સને બદલે ક્વિનોઆના બીજ, એટલે કે અનાજ નીકળ્યું હતુ. આ એક પ્રકારનું અનાજ છે. તેને ટ્વીટ કરીને લોકોને આ વિશે જણાવ્યું. ટ્વીટમાં તેને એ પણ ઉલ્લેખ કર્યો કે લેન્સ બૉક્સ પહેલાથી જ ખુલ્લું હતું. આ બૉક્સ ડિલિવરી એજન્ટ દ્વારા ખોલવામાં આવ્યું હોઈ શકે છે અથવા રિટેલરે ખોટી વસ્તુ મોકલી હોઈ શકે છે. જોકે, એમેઝૉને પણ તેના ટ્વીટનો જવાબ આપ્યો છે અને જરૂરી કાર્યવાહી કરવાની વાત કરી છે.
અન્ય એક ટ્વીટર યૂઝરે કૉમેન્ટમાં પોતાનો અનુભવ જણાવ્યો કે તેની સાથે પણ આવું જ કંઈક થયું હતું. તેને એમેઝૉન પરથી સ્પીકર મંગાવ્યા હતા પરંતુ બૉક્સની અંદરથી ચોખા બહાર આવ્યા હતા. વ્યક્તિએ લખ્યું કે એમેઝૉન લાસ્ટ માઈલ ડિલિવરી ફિક્સ કરી રહ્યું નથી અને તેના કારણે લોકોને હાઈ વેલ્યૂ પ્રૉડક્ટ્સ પર સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ કોઈ પહેલી ઘટના નથી જ્યાં કોઈ વ્યક્તિ સાથે આવું બન્યું હોય. આ પહેલા પણ અમે કેટલાય સમાચારો દ્વારા આવી જ છેતરપિંડી વિશે જણાવ્યું છે.
તમારી સાથે આવું ના થવું જોઈએ, તેથી હંમેશા એમેઝૉનના વિશ્વાસુ વિક્રેતાઓ પાસેથી સામાન ખાસ કરીને ઉચ્ચ મૂલ્યની વસ્તુઓનો ઓર્ડર આપો. ઉપરાંત તમારી સલામતી માટે ડિલિવરી સમયે બૉક્સ ખોલવાનું સુનિશ્ચિત કરો અને તેનો લાઇવ વીડિયો પણ રેકોર્ડ કરો જેથી જો કોઈ સમસ્યા ઊભી થાય, તો તમે યોગ્ય પગલાં લઈ શકો.