ગુજરાતની આવી હાલત આનંદીબેનના બે વર્ષે નહિ મોદીના 13 વર્ષના કારણે થઈ-રાહુલ ગાંધી
abpasmita.in | 02 Aug 2016 03:22 AM (IST)
નવી દિલ્લી: ગુજરાતની સીએમ આનંદીબેન પટેલે ભાજપ હાઈકમાન્ડને રાજીનામુ સોંપી મંજૂર કરવા માટે વિનંતી કરી છે. આ ઘટના બાદ ઘણી રાજકીય પ્રતિક્રિયાઓ આવી છે. જેમાં હવે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ મંગળવારે ટ્વિટર પર પ્રતિક્રિયા આપી છે. રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યુ છે કે ગુજરાત બળી રહ્યુ છે તે માટે આનંદીબેનના બે વર્ષ નહિ પણ મોદી સરકારના 13 વર્ષ જવાબદાર છે. આ સાથે જ રાહુલ ગાંધીએ આનંદીબેનને પ્યાદુ ગણાવ્યા હતા. તેણે સ્કેપગોટ શબ્દનો ઉપયોગ કર્યો છે, એટલે કે એ વ્યક્તિ જે બીજાની ભૂલોનું પરિણામ ભોગવી રહ્યો હોય.