રાજકોટઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. દૈનિક કેસો હજારને પાર થઈ ગયા છે. ત્યારે અનલોકમાં સૌરાષ્ટ્રની સ્થિતિ ખૂબ જ બગડી છે. રાજકોટ કોરોનાના એક્ટિવ કેસોમાં રાજ્યમાં ત્રીજા નંબર આવી ગયું છે. અન્ય જિલ્લાઓમાં પણ એક્ટિવ કેસો ખૂબ જ વધી રહ્યા છે.

ગુજરાતમાં વિસ્તાર પ્રમાણે વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ એક્ટિવ કેસો 4408, આ પછી સૌરાષ્ટ્ર-કચ્છમાં 4237, દક્ષિણ ગુજરાતમાં 3454 અને મધ્ય ગુજરાતમાં સૌથી ઓછા 2216 એક્ટિવ કેસો છે. આમ, ગુજરાતમાં સૌથી વધુ એક્ટિવ કેસો ઉત્તર ગુજરાતમાં, જ્યારે સૌથી ઓછા મધ્ય ગુજરાતમાં છે.

જોકે, આ બધાની વચ્ચે સૌરાષ્ટ્રની સ્થિતિની વાત કરીએ તો રાજકોટમાં સૌથી વધુ 1466, જામનગરમાં 508, અમરેલીમાં 404, સુરેન્દ્રનગરમાં 351, ભાવનગરમાં 340, કચ્છમાં 302, જૂનાગઢમાં 281, ગીર સોમનાથમાં 189, બોટાદમાં 111, દેવભૂમિ દ્વારકામાં 62 અને પોરબંદરમાં 44 એક્ટિવ કેસો છે.