વેરાવળઃ છેલ્લા 24 કલાકમાં ગુજરાત અનરાધાર વરસાદ ખાબક્યો છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લાના તાલાલામાં પણ મુશળધાર વરસાદ પડ્યો હતો. અહીં છેલ્લા 24 કલાકમાં 7 ઇંચથી વધારે વરસાદ પડ્યો હતો. કોડીનાર શહેરમાં પણ મેઘરાજા મન મૂકીને વરસતા કોડીનાર પાણી પાણી થયું હતું.


ભારે વરસાદને પગલે કોડિનારના બ્રિજ પર સિંગોડા નદીના પાણી ફરી વહ્યા હતા. સરસ્વતી નદીમાં પૂર આવતા તાલાલા ગીરમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. પ્રાચી તીર્થથી તાલાળા જવાના રસ્તા પર પાણી ફરી વળતા બંધ થયો હતો. જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

ભારે વરસાદને ખેતરો તળાવોમાં ફેરવાઈ ગયા હતા. ગીર જંગલમાંથી નીકળથી સરસ્વતી નદીએ રૌદ્ર રૂપ ધારણ કર્યું હતું. જાણે અફાટ દરિયો હોય તેમ તેના વહેણ વહી રહ્યા છે. ભારે વરસાદને પગલે માધવરાજય મંદિર હજું પાણીમાં ગરકાવ છે. મંદિરમાં ભગાવનની પ્રતીમા પર 20 ફૂટ ઉપરથી સરસ્વદી નદીનું પાણી વહી રહ્યું છે.

તો બીજી બાજુ તાલાલાના જાંબુર ગામે હિરણ નદીના ધસમસતા પ્રવાહમાં સિદી યુવાનો જોખમી સ્ટંટ કરતાં જોવા મળ્યા હતા.