રાજકોટનો પરિવાર એક દિવસ માટે અમદાવાદ ગયો ને લાગી ગયો 25 લાખનો ચુનો!
એબીપી અસ્મિતા વેબ ટીમ | 19 Nov 2020 12:13 PM (IST)
રામકૃષ્ણનગર શેરી ન.13 રહેતા જીતુભાઇ પરસાણાને ત્યાં ચોરી થઈ છે. પરિવારે એક દિવસ માટે અમદાવાદ ગયો હતો, ત્યારે જ તસ્કરો ત્રાટ્કયા હતા અને મકાનનો દરવાજો તોડી ચોરી કરી હતી.
રાજકોટઃ શહેરના યાજ્ઞિક રોડ પર આવેલા એક મકાનમાં સોના અને રોકડની ચોરી થઈ છે. 10 લાખ રોકડા અને 29 તોલા સોનાની ચોરી થઈ છે. આમ, અંદાજિત 25 લાખ રૂપિયાના મુદ્દામાલની ચોરી થઈ છે. આ અંગે જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. આ અંગેની મળતી વિગતો પ્રમાણે , રામકૃષ્ણનગર શેરી ન.13 રહેતા જીતુભાઇ પરસાણાને ત્યાં ચોરી થઈ છે. પરિવારે એક દિવસ માટે અમદાવાદ ગયો હતો, ત્યારે જ તસ્કરો ત્રાટ્કયા હતા અને મકાનનો દરવાજો તોડી ચોરી કરી હતી. રાજકોટ પોલીસે સીસીટીવીને આધારે વધુ તપાસ હાથ ધરી છે.