જૂનાગઢ: જૂનાગઢ જિલ્લાના કેશોદમાં ટ્રસ્ટ સંચાલિત કે.એ. વણપરિયા સ્કૂલમાં એકસાથે 11 જેટલી વિદ્યાર્થિની કોરોના પોઝિટિવ આવતાં ખળભળાટ મચી ગયો છે. એક સાથે આટલી બધી વિદ્યાર્થીનીઓ કોરોના સંક્રમિત થતા શાળાનું વહીવટી તંત્ર દોડતું થઈ ગયું છે.
આજથી સ્કૂલ ખૂલી હતી અને સ્કૂલ દ્વારા કોરોના સંદર્ભે તકેદારીના ભાગરૂપે વિદ્યાર્થિનીઓના કોરોના ટેસ્ટ કરાવ્યા હતા, જેમાં 11 જેટલી વિદ્યાર્થિનીના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
નોંધનીય છે કે 11 જાન્યુઆરીથી રાજ્યભરમાં ધો. 10 અને 12નું શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. હાલમાં જ જામનગર જિલ્લાની જોડિયા સ્કૂલમાં પણ એક વિદ્યાર્થિનીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ અંગે શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે 4 જેટલી વિદ્યાર્થિનીએ ટેસ્ટ કરાવ્યા હતા અને તેમાંથી એકનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો.
સૌરાષ્ટ્રના આ જિલ્લામાં ટ્રસ્ટ સંચાલિત સ્કૂલમાં એકસાથે 11 વિદ્યાર્થિની કોરોના સંક્રમિત, વાલીઓમાં ફફડાટ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
18 Jan 2021 03:46 PM (IST)
નોંધનીય છે કે 11 જાન્યુઆરીથી રાજ્યભરમાં ધો. 10 અને 12નું શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. હાલમાં જ જામનગર જિલ્લાની જોડિયા સ્કૂલમાં પણ એક વિદ્યાર્થિનીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -