અરબી સમુદ્રમાં સર્જાયેલા લો-પ્રેશરને કારણે ગુજરાતમાં હાલ ભારે વરસાદ પડી રહ્યો છે. જેમાં સૌરાષ્ટ્ર હાલ લીલો દુષ્કાળ હોય તેવું જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી પ્રમાણે, સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. જેમાં દ્વારકાના ભાણવડમાં 24 કલાકમાં 13 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે જામનગરના જામજોધપુરમાં 9 ઈંચ વરસાદ નોંધાયો હતો.

આ ઉપરાંત દ્વારકાના કલ્યાપુરમાં 8 ઈંચ, રાજકોટના જામખંભાળિયામાં 7 ઈંચ, કચ્છના રાપરમાં 6 ઈંચ, દ્વારકાના ખંભાળિયામાં 6 ઈંચ, રાજકોટના લોધીકામાં 6 ઈંચ, જામનગરના જોડિયામાં 4 ઈંચ, કચ્છના ભચાઉમાં 4 ઈંચ, ગોંડલમાં 4 ઈંચ, કચ્છના અંજારમાં 4 ઈંચ, જૂનાગઢ શહેર અને તાલુકામાં 4 ઈંચ, રાજકોટમાં 4 ઈચ વરસાદ નોંધાયો હતો.

રાજકોટના ધોરાજી તાલુકામાં 4 ઈંચ, માણાવદરમાં 4 ઈંચ, મોરબી તાલુકમાં 4 ઈંચ, પોરબંદરના રાણાવાવમાં 4 ઈંચ, મોરબીના ટંકારા તાલુકામાં 4 ઈંચ, કચ્છના ગાંધીધામ તાલુકામાં 4 ઈંચ, જામનગર તાલુકામાં 3.5 ઈંચ વરસાદ નોંધાયો હતો.

કચ્છ પર લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે અને પૂર્વ ઉતર પૂર્વ તરફ આગળ વધીને 24 કલાકમાં ડિપ્રેશનમા પરિવર્તિત થશે. જોકે આ સિસ્ટમ સક્રિય હોવાના કારણે આગામી 3 દિવસ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. આ સાથે દરિયામાં પવનની ગતી તેજ બનવાના કારણે માછીમારોને દરિયો ન ખેડવા સુચના અપાઈ છે.