રાજકોટ: પાકિસ્તાનથી સ્થળાંતરિત થઇ રાજકોટમા નિવાસ કરતા ૧૩ વ્યક્તિઓને ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કલેકટર કચેરી ખાતે ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરાયા હતા.ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ "કેમ છો બધા?" કહીને સૌને સહર્ષ આવકાર્યા હતા અને જણાવ્યું હતું કે, ભારત સરકાર અને ગુજરાત સરકાર સ્થળાંતરિત થયેલ નાગરિકોને સમાજના મુખ્ય પ્રવાહમાં સામેલ કરવા માટે હરહંમેશ પ્રતિબધ્ધ છે. સ્થળાંતરિત થયેલ લોકોના રોજિંદા જીવનમાં આવતા પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે સરકાર નક્કર પ્રયાસો કરે જ છે, જેના ભાગરૂપે આજે ૧૩ નાગરિકોને નાગરિકતાપત્ર અપાઇ રહયા છે. 


રાજ્ય અને કેન્દ્ર સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું


આ પ્રસંગે મંત્રીએ મોઢું મીઠું કરાવીને ભારતીય નાગરિકતા પ્રાપ્ત કરતા ૧૩ નાગરિકોને શુભકામનાઓ પાઠવી હતી. પાકિસ્તાનના કરાંચીમાંથી આવેલા અને છેલ્લા ૧૦ વર્ષથી રાજકોટમાં રહેતા ભવાન વાપીએ ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી સાથે વાત કરી હતી અને આભાર માનતા કહ્યું હતું કે, આજે અમે કોઈ પણ પ્રકારના ડર વિના જીવન જીવી રહ્યા છીએ. પાકિસ્તાનમાંથી જ્યારે ભારત આવ્યા ત્યારે જે શાંતિનો અનુભવ થયો હતો. તે શાંતિ ભારતીય નાગરિકત્વ પ્રાપ્ત કરીને આજે ફરી અનુભવી છે.જે બદલ રાજ્ય અને કેન્દ્ર સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું.


આ કાર્યક્રમમાં મેયર પ્રદીપ ડવ, સાંસદ મોહનભાઈ કુંડારિયા,ધારાસભ્ય દર્શિતાબેન શાહ,ઉદય કાનગડ,રમેશ ટીલાળા,કલેકટર પ્રભવ જોશી, પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ, પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોર, નિવાસી અધિક કલેકટર એસ.જે.ખાચર, ક્રાઇમ બ્રાન્ચના ડી.સી.પી. પાર્થરાજસિંહ ગોહિલ, ડી.સી.પી. જા યાદવ, પ્રાંત અધિકારી કે.જી.ચૌધરી અને અગ્રણી કમલેશ મીરાણી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


પાકિસ્તાની જેલમાંથી મુક્ત થઈને ગુજરાત આવેલા માછીમારોએ એવો ખુલાસો કર્યો કે, તમારા રૂવાડા ઉભા થઈ જશે


 પાકિસ્તાન જેલમાંથી હાલમાં જ મુક્ત થઈ ભારતના 198 પેકીના ગુજરાતના 184 માછીમારો માદરે વતન પહોંચ્યા છે. જો કે, હજુ પણ 450થી વધુ માછીમારો પાક જેલમાં કેદ છે. પાકિસ્તાનથી મુક્ત થઈ ગીરના કોડીનારના કોટડા ગામે આવેલા માછીમારોએ મોટો ખુલાસ કર્યો છે. તેમનું કહેવું છે કે 199 ભારતીય માછીમારો મુક્ત થવાના હતા જેમાં 185 ગુજરાત ના હતા. પરંતુ આ ગણતરીમાં એક માછીમાર ઓછો થયો જેનું કારણ છે તે પાક કેદમાંથી મુક્ત થાય તે પહેલાં જ જીવ મોતને ભેટ્યો. જેના કારણે તેનું લિસ્ટમાંથી નામ કમી થયું.


મુક્ત થવાના 5 દિવસ પહેલા જ બ્રેન એટેક આવ્યો


કોટડાના સાથી માછીમાર નરસિંગભાઈના જણાવ્યા મુજબ તેમના જ ગામના સાથી માછીમાર મુક્ત થવાના 5 દિવસ પહેલા જ બ્રેન એટેક આવ્યો અને તેમને હોસ્પિટલે ખસેડાયા. તેઓ હોસ્પિટલેથી ફરી જેલ ન આવાયો કે ન તો સાથે ભારત. તેમની પૂછપરછ જેલ સત્તાધીશોને કરતા જાણવા મળ્યું કે તેનું મોત થયુ છે અને હવે તે ભારત નહિ આવી શકે. તેમનો મૃતદેહ અહીંના કાયદા કાનૂન મુજબ થયા બાદ ડેથ બોડી મોકલી આપાશે.


22 માછીમારો જેલની અંદર બીમાર