માનસિક સ્થિતિ ખરાબ હોવાને કારણે એક બહેન અને બે ભાઈઓએ પોતાની જાતને એક ઓરડીમાં પૂર્યા હતા. ઓરડીમાં બંધ આ ભાઈ બહેનોની હાલત ન તો બેસવાની યોગ્ય છે ન તો સુવાની કોઈ સારી વ્યવસ્થા. તેમની પાસે પહેરવા માટે સારા કપડા નથી. તેમ છતાં આ સ્થળ પર આ ભાઈ બહેનોને પોતાની જાતને 6 વર્ષ સુધી કેદ કરી.
જો કે સાર્થી સેવા ગ્રુપે આ ત્રણેય ભાઈ-બહેનોને બહાર નીકાળ્યા છે. મહત્વની વાત તો તે છે કે ભાઈ-બહેન LLB, બી.કોમ અને સાયકોલોજીનો અભ્યાસ કર્યો છે. તેમ છતાં તેમને પોતાની જાતને 6 વર્ષ સુધી એક ઓરડીમાં પુરી રાખ્યા હતા.