રાજકોટઃ આજે પાટીદાર નેતા અલ્પશ કથિરિયા અને દિનેશ બાંભણીયાએ ખોડલધામના ચેરમેને નરેશ પટેલ સાથે તેમની ઓફિસમાં મુલાકાત કરી હતી. મુલાકાત પછી નરેશ પટેલે મીડિયા સાથે વાત કરવાનું ટાળ્યું હતું. જોકે, અલ્પેશ કથિરિયાએ પત્રકારો સાથે વાતચીત કરી હતી. આ સમયે પાટીદાર આંદોલન સમયે યુવકો પર થયેલા કેસો મુદ્દે વાત કરી હતી. આ સમયે આગામી સમયમાં આવી રહેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને પણ તેમણે મોટું નિવેદન આપ્યું હતું.
તેમણે આગામી સમયમાં આવી રહેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને હાર્દિકને લઈને મોટું નિવેદન આપ્યું હતું કે, હાર્દિક પટેલ અત્યારે સાથે નથી તેવી કોઈ વાત જ નથી. બધા સાથે જ છીએ. અમે દોઢ વર્ષથી મળ્યા ન હોવાથી નરેશભાઈનો મળવા માટે સમય માંગ્યો હતો અને 20-25 મિનિટની ચર્ચા માટે મળ્યા હતા. ભવિષ્યમાં અનામત આંદોલન બાબતની ચર્ચા કરવાની હશે, ત્યારે હાર્દિક સહિત આખી ટીમ મળશે.
રાજકીય પાર્ટીમાં જોડાવા મુદ્દે અલ્પેશ જણાવ્યું હતું કે, મને સામાજિક ઉત્થાનમાં અને સામાજિક કાર્યક્રમોમાં રસ છે. જ્યારે સમાજને જરૂર હશે અને સમાજના વડિલો જે દિશા નિર્દેશ કરશે એ તરફ અમ આગળ વધીશું. પાસ તરીકે અમારી ટીમ ચૂંટણીના માહોલમાં ઉતરશે ત્યારે નક્કી કરીશું કે કઈ રીતે મતદાન કરાવવા માટે લોકોને આગળ કરીએ. કઈ રીતે સરકાર તરફી મતદાન કરાવવું છે કે સરકાર વિરુદ્ધ મતદાન કરાવવું છે, પૂછશું. સામાન્ય રીતે કોઈ પણ એસ્ટાબ્લિસ્ટ સામેની લડાઇ લડાતી હોય છે, ત્યારે એનાથી સરકારને નુકસાન થતું હોય છે, તો સરકારને આવનારા દિવસોમાં નુકસાન થશે, એવું હાલનાં સંભવિત સ્ટેજ પર અમે કહી શકીએ છીએ.
તેમણે જણાવ્યું હતું કે, સરકારે અગાઉ ઘણી વખત જાહેરાત કરી છે કે, પાટીદાર યુવાનો સામેના કેસો પરત ખેંચવામાં આવશે. પાટીદાર સમાજની બંને અગ્રગણ્ય સંસ્થાઓ ખોડલધામ અને ઉમિયાધામે મધ્યસ્થિ કરી હતી. હમણા લોકડાઉમાં કોર્ટો બંધ હતી, એટલે વાંધો નહોતો. પરંતુ હવે ચાર મહાનગરોને બાદ કરતાં ગ્રામ્ય વિસ્તારોમાં કોર્ટો ખુલતા પાટીદાર યુવાનોને સમન્સ આવી રહ્યા છે. તેમને તકલીફો પડી રહી છે. તે અંગે મીટિંગમાં ખાસ ચર્ચા થઈ.
પોતાની ધરપકડ મુદ્દે અલ્પેશ કથિરિયાએ જણાવ્યું હતું કે, મારી ધરપકડમાં પોલીસે એમની કાર્યવાહી કરી છે. એ ખૂબ મને ગમ્યું પણ છે. એક યુવાનનું પણ આ પોલીસ ધ્યાન રાખે છે. ગુજરાત પોલીસ ખૂબ સક્ષમ છે અને સારી છે. આવી જ રીતે લૂંટારા-હત્યારા-રેપિસ્ટોને પકડવામાં આવે, તો હું આ સરકારને અને ગુજરાત પોલીસને અભિનંદન આપીશ.
તેમણે ઉમેર્યું હતું કે, મેં કાલે પણ મીડિયાને કહ્યું હતું કે, ગુજરાતની પોલીસ હાલ જે કાર્યવાહી કરી રહી છે, એ એકપણ પોલીસ સ્ટેશન નથી. આ તમામે તમામ ભારતીય જનતા પાર્ટીની કમલમ કાર્યાલયો છે.
રાજકોટઃ પાટીદાર નેતા અલ્પેશ કથિરિયાએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને શું આપ્યું મોટું નિવેદન?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
26 Dec 2020 12:48 PM (IST)
પાસ તરીકે અમારી ટીમ ચૂંટણીના માહોલમાં ઉતરશે ત્યારે નક્કી કરીશું કે કઈ રીતે મતદાન કરાવવા માટે લોકોને આગળ કરીએ. કઈ રીતે સરકાર તરફી મતદાન કરાવવું છે કે સરકાર વિરુદ્ધ મતદાન કરાવવું છે, પૂછશું. સામાન્ય રીતે કોઈ પણ એસ્ટાબ્લિસ્ટ સામેની લડાઇ લડાતી હોય છે, ત્યારે એનાથી સરકારને નુકસાન થતું હોય છે, તો સરકારને આવનારા દિવસોમાં નુકસાન થશે, એવું હાલનાં સંભવિત સ્ટેજ પર અમે કહી શકીએ છીએ.
તસવીરઃ રાજકોટમાં પત્રકાર પરીષદ સંબોધી રહેલા અલ્પેશ કથિરિયા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -