રાજકોટઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. દૈનિક કેસો 1300ને પાર થઈ ગયા છે. ત્યારે રાજ્યમાં વસ્તીની દ્રષ્ટીએ સૌથી વધુ સંક્રમણ રાજકોટમાં હોવાનો દાવો આઇએમએ દ્વારા દાવો કરાયો છે. ત્યારે રાજકોટ જિલ્લાના 259 ગામે કોરોનામુક્ત હોવાના મોટા સમાચાર સામે આવ્યા છે. રાજકોટ જિલ્લાના 11 તાલુકામાં 590 ગામો છે, જેમાં 259 ગામો કોરોનામુક્ત છે. માર્ચથી સપ્ટેમ્બર મહિના સુધી આ ગામોમાં કોરોનાનો એક પણ કેસ આવ્યો નથી.

રાજકોટ જિલ્લાના ક્યાં તાલુકાના કેટલા ગામો છે કોરોનામુક્ત?

રાજકોટ તાલુકાના 43 ગામો છે કોરોનામુક્ત.

લોધિકા તાલુકાના 16 ગામો છે કોરોનામુક્ત.

પડધરી તાલુકાના 31 ગામો છે કોરોનામુક્ત.

ગોંડલ તાલુકાના 23 ગામો છે કોરોનામુક્ત.

કોટડા સાંગાણી તાલુકાના 22 ગામો છે કોરોનામુક્ત

ધોરાજી તાલુકાના 5 ગામો છે કોરોનામુક્ત.

ઉપલેટા તાલુકાના 26 ગામો છે કોરોનામુક્ત.

જેતપુર તાલુકાના 7 ગામો છે કોરોનામુક્ત.

જામકંડોરણાના 22 ગામો છે કોરોનામુક્ત..

જસદણ તાલુકાના 28 ગામો છે કોરોનામુક્ત.

અને વિછ્યાં તાલુકાના 36 ગામો છે કોરોનામુક્ત.