રાજકોટઃ રાજકોટમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. ત્યારે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા રાજકોટમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે રાજકોટ માટે વધુ એક માઠા સમાચાર સામે આવ્યા છે. રાજકોટ સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં છેલ્લા 24 કલાકમાં સારવાર દરમિયાન 26 લોકોના છે. રાજકોટ શહેરના 14, ગ્રામ્યના 6 અને અન્ય જિલ્લાના 6 લોકોનો સમાવેશ થાય છે. રોજેરોજ રાજકોટમાં સારવાર લઈ રહેલા સરેરાશ 25થી 30 લોકોના મૃત્યુ થઈ રહ્યા છે.
રાજકોટમાં કોરોના કાળ દરમિયાન 100 ડૉક્ટરો સંક્રમિત થયા છે. અનેક ડૉક્ટરો અને અરોગ્ય વિભાગ સાથે જોડાયેલા લોકો સંક્રમિત થઈ રહ્યા છે, તેમ IMAના પ્રેસિડેન્ટ જય ધીરવાનીએ એબીપી અસ્મિતા સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું.
રાજકોટમાં સતત કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. ફ્રન્ટ વોરિયર પોતાનું અને પરિવારનું ધ્યાન રાખે, તેવી અપીલ પણ આઇએમએ દ્વારા કરવામાં આવી છે. ડોક્ટરો સંક્રમિત થાય એટલે IMA માટે ચિંતાનો વિષય છે.
લોકો બેદરકાર થયા છે,. રાજકોટમાં લોકો કામ વગર બહાર નીકળી રહ્યા છે. સપ્ટેમ્બર મહિનો રાજકોટ માટે અઘરો સાબિત થાય છે. ઓક્ટોબરમાં રાજકોટ0માં કોરોનાના કેસમાં ઘટાડો થઈ શકે., તેમ તેમણે જણાવ્યું હતું.
રાજકોટમાં કોરોના બેકાબૂ બની રહ્યો છે, જેને કારણે ખાનગી હોસ્પિટલો હાઉસફુલ થવા તરફ જઈ રહી છે. 560 બેડમાંથી માત્ર 22 બેડ જ ખાલી છે. રાજકોટમાં 1 સપ્તાહમાં 12 બાળકો કોરોના સંક્રમિત થયા છે.
રાજકોટ સિવિલ હોસ્પિટલનું જીવલેણ રેઢિયાળ વહીવટને કારણે દરરોજ 25 થી 30 દર્દીઓના મોત થઈ રહ્યા છે. દરરોજ અનેક પરિવારો નોંધારા બને છે.
ગુજરાતમાં હાલ, અમદાવાદમાં કોરોનાના સૌથી વધુ એક્ટિવ કેસો છે. આ પછી બીજા નંબરે સુરત અને ત્રીજા નંબરે સૌથી વધુ એક્ટિવ કેસો રાજકોટમાં છે. રાજકોટ જિલ્લામાં અત્યારે કોરોનાના કુલ એક્ટિવ કેસો 1947 છે. તેમજ કુલ 4047 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. જ્યારે 106 લોકોના કોરોનાથી મોત થયા છે.
રાજકોટમાં કોરોનાના રેડ એલર્ટ વચ્ચે છેલ્લા 24 કલાકમાં 26 લોકોના મોત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
10 Sep 2020 10:56 AM (IST)
રાજકોટ સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં છેલ્લા 24 કલાકમાં સારવાર દરમિયાન 26 લોકોના છે. રાજકોટ શહેરના 14, ગ્રામ્યના 6 અને અન્ય જિલ્લાના 6 લોકોનો સમાવેશ થાય છે.
પ્રતિકાત્મક તસવીર.
- - - - - - - - - Advertisement - - - - - - - - -