રાજકોટઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. ત્યારે હવે કોરોનાએ સૌરાષ્ટ્રમાં પણ કહેર મચાવ્યો છે. સૌરાષ્ટ્રમાં કોરોનાનું સૌથી વધુ સંક્રમણ રાજકોટમાં છે.

રાજકોટમાં કોરોના બેકાબૂ બની રહ્યો છે, જેને કારણે ખાનગી હોસ્પિટલો હાઉસફુલ થવા તરફ જઈ રહી છે. 560 બેડમાંથી માત્ર 22 બેડ જ ખાલી છે. રાજકોટમાં 1 સપ્તાહમાં 12 બાળકો કોરોના સંક્રમિત થયા છે.

રાજકોટ સિવિલ હોસ્પિટલનું જીવલેણ રેઢિયાળ વહીવટને કારણે દરરોજ 25 થી 30 દર્દીઓના મોત થઈ રહ્યા છે. દરરોજ અનેક પરિવારો નોંધારા બને છે.

ગુજરાતમાં હાલ, અમદાવાદમાં કોરોનાના સૌથી વધુ એક્ટિવ કેસો છે. આ પછી બીજા નંબરે સુરત અને ત્રીજા નંબરે સૌથી વધુ એક્ટિવ કેસો રાજકોટમાં છે. રાજકોટ જિલ્લામાં અત્યારે કોરોનાના કુલ એક્ટિવ કેસો 1947 છે. તેમજ કુલ 4047 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. જ્યારે 106 લોકોના કોરોનાથી મોત થયા છે.