રાજકોટઃ શહેરના મવડી નવરંગપરામાં જૂના સ્ટોન કિલર મહેશ ઉર્ફે હરેશ પ્રજાપતિની હત્યાનો મામલે ચોંકાવનારી વિગતો સામે આવી છે. ક્રાઇમ બ્રાન્ચ અને માલવીયાનગર પોલીસને મળી મોટી સફળતા મળી છે. હત્યારાનું નામ અને હત્યાનું કારણ જાણી તમે હચમચી જશો.


વાત એવી છે કે, હરેશ પ્રજાપતિ ધર્મના પુત્ર સાથે સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય કરતો હતો. ધર્મનો પુત્ર પિતાની આ હરકતોથી કંટાળી ગયો હતો અને પછી પથ્થરના ઘા ઝીંકીને પિતાની હત્યા કરી નાંખી હતી.

પોલીસે આ હત્યા કેસમાં પુત્ર સહિત 2 શખ્સોની ધરપકડ કરી છે. હત્યામાં ત્રણ આરોપીઓ હોવાનું ખુલ્યું છે. પોલીસે બે શખ્સોની ધરપકડ કરી છે.