રાજકોટ: શ્રાવણ મહિનો શરૂ થતાની સાથે જ જુગારીઓએ પત્તા રમવાનું શરૂ કરી દિધુ છે. રાજકોટ શહેરમાં શ્રાવણ માસમાં જુગાર રમતા અલગ-અલગ જગ્યાએથી 27 લોકોને રાજકોટ પોલીસે પકડી પાડ્યા છે. જેમાં દસ મહિલાઓ છે જ્યારે સતર પુરૂષો સામેલ છે.

શહેરાના વૃદાવન પાર્ક ટાઉનશીપમાં રહેતા રફીક રજાક સમાના ઘરમાંથી ક્રાઈમબ્રાન્ચે રફીક, મીત રમેશ ટાંક, રમેશ ગંગારામ સોલંકી, જયેશ પોપટ રાઠોડ,રાજેશ વિનુ દેસાણીની 34,800ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી.

શહેરના પોપટપરા વિસ્તારના રૂખડીયા કોલોનીમાંથી સુમન વિઠ્ઠલરાવ પવાર, ઉષા નાનુભાઈ તાવડે, તરૂબેન ગીરીશભાઈ ગાંધી, ભાનુ વીનુભાઈ સોલંકી, નીતા કિશોરભાઈ સોલંકી, બીના વિમલભાઈ એઘાણી, તુષાર દિનેશભાઈ ચંદારાણા, યોગેશ અમૃતભાઈ તાવડે, મનહરલાલ પ્રાણલાલ મકવાણા, શૈલેષ હરીભાઈ ઠકરારને પોલીસે 10,600ની રોકડ સાથે ઝડપી પાડ્યા હતા.

શહેરાના મોચીનગર-2માંથી ભરત પ્રવીણ પરમાર, સતીષ મનોજ ચુડાસમા, રાજેશ મુળજી પ્રજાપતિ, હિરેન રવિરામ કબીર, યશ પ્રકાશ ચૌહાણ, પરેશ રમણીકલાલ ત્રિવેદીની 10050 સાથે ગાંધીગ્રામ પોલીસે ધરપકડ કરી હતી.

રાજકોટના 150 ફુટ રોડ પર આવેલા ધરમનગર આવાસ યોજના પાસે શેરી નં.૨મા જુગાર રમતા જાવીદ યુસુફ પીપરવાડીયા, તુષાર હરેશ રાઠોડ, કવિતા તુષાર રાઠોડ, વંદના રસિક ખાખરીયા, લક્ષ્મી ઉર્ફે હમી ચેલારામ મોટવાણી, રૃકશાર મહેબુબ સાકરીયાણી, શબાના હનીફ જેડા, દિપતી હિતેષ છુછાંદરાને રાજકોટ યુનિવર્સિટી પોલીસે રોકડ મોબાઈલ સહિત 31,010ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા.