લાંબા સમયના વિરામ બાદ મેઘરાજાએ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં શરૂ થયો છે. કચ્છમાં પણ દોઢ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. મધ્ય ગુજરાતમાં વડોદરા, નર્મદા, ભરૂચ, છોટા ઉદેપુર જિલ્લામાં પણ 1 ઈંચ સુધીનો વરસાદ થયો છે. રાજકોટમાં વીજળી પડવાથી 2 યુવાનો અને 1 ખેડૂતનું મોત નિપજ્યું છે જ્યારે નવસારીમાં વીજળી પડતાં 1 મકાનને નુકસાન થયું હતું.
જુલાઈ મહિનો અડધો પૂરો થયો ત્યારે જેની લાંબા સમયની રાહ જોવાતી હતી ત્યારે મેઘરાજાએ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત પર ફરી કૃપા વરસાવી છે. શનિવારે રાત્રે અને રવિવારે સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતના કેટલાંક વિસ્તારો તથા દક્ષિણ ગુજરાતમાં તથા વડોદરા અને તેની આસપાસના વિસ્તારોમાં ત્રણ-ત્રણ ઈંચ સુધીનો વરસાદ નોંધાયો હતો.
રાજકોટમાં આજી ડેમ વિસ્તારમાં વીજળી પડતાં બે યુવકના મોત નિપજ્યાં હતા જ્યારે અબડાસા તાલુકાના એક ગામમાં વીજળી પડવાથી એક યુવકનું મોત થયું હતું. આગામી દિવસમાં આ માહોલ ચાલુ રહેશે.