દ્વારકાઃ હડમતીયા ગામ પાસેની નદીમાં ધસમસતા પૂર વચ્ચેથી રસ્તો પસાર કરવો 3 લોકોને ભારે પડી ગયો છે. પાણીના પૂર વચ્ચે રસ્તો પસાર કરવા જતાં ત્રણેય વ્યક્તિ તણાઈ ગયા હતા. જેના લાઇવ દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં જોઇ શકાય છે કે, તેમને પાણીનો પ્રવાહ કેવી રીતે તાણીને લઈ જાય છે.

મળતી વિગતો પ્રમાણે કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા ત્રણ યુવકો નદીના પાણી બ્રિજ ઉપરથી પસાર થઈ રહ્યા હોવા છતાં રસ્તો પાર કરવાનું જોખમ લીધું હતું. જોકે, તેઓ રસ્તો પાર કરે તે પહેલા જ તેમને પાણીનો પ્રવાહ તાણી ગયો હતો. જોકે, સ્થાનિકો દ્વારા એક સિક્યુરિટી ગાર્ડને બચાવી લેવામાં આવ્યો છે. જ્યારે 2ની શોધખોળ ચાલુ છે. ભારે પૂરના કારણે નદીમાં તણાયેલી 3 વ્યક્તિમાંથી એકને લોકોએ બચાવી લઈ બહાર કાઢી હતી. જ્યારે 2ની શોધખોળ ગ્રામજનો દ્વારા તેજ કરાઈ છે.

આ અંગે તંત્રને જાણ કરી ટીમોને બોલાવવામાં આવી છે. કંપનીમાં સિક્યુરિટીમાં ફરજ બજાવતા 3 વ્યક્તિઓએ નદી પાર કરવાનું જોખમ ઉઠાવતા તણાયા છે.