ગીર સોમનાથ: ગીર સોમનાથના વેરાવળ બંદર પરથી 350 કરોડનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો. આ કેસમાં આરોપીઓની પૂછપરછ કરવામાં આવી હતી. આ પૂછપરછમાં મોટો ખુલાસો સામે આવ્યો છે. આરોપી ધર્મેન્દ્ર કશ્યપની પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે. આ ડ્રગ્સનો જથ્થો ઓમાન બંદરેથી ચડાવવામાં આવ્યો હતો. યારબાબ નામના માફિયાએ ડ્રગ્સનો જથ્થો રવાના કર્યો હતો.  ગીર સોમનાથમાં ઝડપાયેલો ડ્રગ્સનો જથ્થો રાજકોટમાં ઘૂસાડવાનો હોવાનો ખુલાસો થયો છે. ઈરાનથી મૂર્તઝા નામના શખ્સે ડ્રગ્સ ઓમાન મોકલ્યું અને ત્યાંથી રાજકોટ મોકલવાનું હોવાનો ખુલાસો થયો છે. 


ડ્રગ્સનો જથ્થો લેવા મોકલનાર અને અન્ય સ્થળે રવાના કરવાની સૂચના આપનાર જોડિયાનો ઇશાક હાલ દક્ષિણ આફ્રિકામાં હોવાનું જાણવા મળી આવ્યું છે. ઇશાક દક્ષિણ આફ્રિકામાં બેઠા-બેઠા લોકેશન મોકલી સૂચનાઓ આપતો હતો. 


બજાર કિંમત આશરે 350 કરોડ હોવાનું સામે આવ્યું


ગુજરાતના દરિયાકાંઠે ફરી એકવાર કરોડો રુપિયાનું ડ્રગ્સ ઝડપાઈ જવાની ઘટના સામે આવી છે. વેરાવળ બંદરના નલિયા ગોળી કાંઠે રેડ કરતા હેરોઇન ડ્રગ્સના કુલ રૂ.૩૫૦ કરોડના ૫૦ કિલો સિલ બંધ પેકેટનો જથ્થો પકડીને કાર્યવાહી કરવામાં આવી હતી. SOG એ NDPS દ્વારા રેડ કરતા હેરોઈન ડ્રગ્સના કુલ 50 કિલો સીલ બંધ પેકેટ  મળી આવ્યા હતા. જેની બજાર કિંમત આશરે 350 કરોડ હોવાનું સામે આવ્યું છે. 


એક બોટમાંથી 50 કિલો સીલબંધ ડ્રગ્સનો જથ્થો મળ્યો હતો


ગીર-સોમનાથ પોલીસે 350 કરોડ કિંમતનું હેરોઇન ઝડપી પાડ્યું છે. વેરાવળ બંદર પરથી એક બોટમાંથી 50 કિલો સીલબંધ ડ્રગ્સનો જથ્થો મળ્યો હતો, જ્યારે 3 આરોપીની ધરપકડ અને 6ને રાઉન્ડ અપ કરાયા છે. ત્યારે આ નવમાંથી એક આરોપીનું રાજકોટ કનેક્શન ખૂલ્યું છે. આસિફ નામનો શખસ રાજકોટ- જામનગર વચ્ચે ઈકો કાર ચલાવતો હતો. તે બંદરે ડિલિવરી લેવા ગયો હતો. તેને વ્હોટ્સએપ પર ડિલિવરી ઓર્ડર મળ્યો હતો. રાજકોટ કનેક્શનમાં ચોંકાવનારી બાબત એ છે કે, આસિફને એક રાજકોટનો શખ્સ બાયપાસ પર પહોંચ્યા બાદ ડિલિવરી ક્યાં આપવાની છે તેની જાણ કરવાનો હતો ત્યારે હવે આ શખ્સ કોણ તે દિશામાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે. સમગ્ર તપાસમાં હેરોઇનનો જથ્થો ઈરાનના શખ્સે મોકલ્યો હતો અને મૂળ જોડિયાના ઈશાકે આ નશીલો પદાર્થ મંગાવ્યાનું સામે આવ્યું છે. 


Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial