રાજકોટ : ગુજરાતની 25 લોકસભા બેઠકો પર ચૂંટણી યોજાઈ રહી છે. રાજ્યની 25 લોકસભા બેઠકો પર 3 વાગ્યા સુધીમાં સરેરાશ 47.03 ટકા મતદાન થયું છે. સૌથી વધુ મતદાન વલસાડ જિલ્લામાં નોંધાયું છે. વલસાડ જિલ્લામાં 58 ટકા મતદાન નોંધાયું છે. રાજકોટમાં મતદાનને લઇ ભાજપને 50 ફરીયાદ મળી છે.
ભાજપના લીગલ સેલ દ્વારા કલેકટર તંત્ર અને પોલીસ તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું છે. EVM મશીન ધીમા ચાલવાની ફરીયાદ મળી હતી. મતદાન મથકો પર વ્હીલચેરના અભાવની ફરીયાદ મળી હતી. મતદાતાઓના બેસવા માટે બાંકડાંઓના અભાવની ફરીયાદ પણ મળી હતી.
અલગ-અલગ પ્રિ સાઈડિંગ ઓફિસર દ્વારા ઓળખપત્રને લઇ જુદુ અર્થઘટન થતું હોવાથી મતદાતાઓ મતથી વંચીત રહી જતા હોવાની પણ ફરીયાદ મળી હતી. મતદાતાઓ મોબાઈલ ફોન સાથે લઇ જતા પોલીસ સાથે ઘર્ષણની ફરીયાદ મળી હતી.
તંત્ર સાથે વાતચીત કર્યા બાદ મોબાઈલ ફોન સ્વિચ ઓફ કરી મતદાન મથકમાં લઈ જવાની સહમતી સધાઈ હતી. બે મતદાન મથકમાં EVM બદલવાની ફરજ પડી હતી. રાજકોટના ચાંપાબેડાં ગામ ખાતે મતદાન થતું અટકાવવાની ફરીયાદ મળી હતી.
લોકસભાની 25 બેઠક પર 3 વાગ્યા સુધીમાં 47.03 ટકા મતદાન
3 વાગ્યા સુધીમાં અમદાવાદ પૂર્વ પર 43.55 ટકા મતદાન
3 વાગ્યા સુધીમાં અમદાવાદ પશ્ચિમ પર 42.21 ટકા મતદાન
3 વાગ્યા સુધીમાં અમરેલી બેઠક પર 37.82 ટકા મતદાન
3 વાગ્યા સુધીમાં આણંદ બેઠક પર 52.49 ટકા મતદાન
3 વાગ્યા સુધીમાં બનાસકાંઠા બેઠક પર 55.74 ટકા મતદાન
3 વાગ્યા સુધીમાં બારડોલી બેઠક પર 54.90 ટકા મતદાન
3 વાગ્યા સુધીમાં ભરુચ બેઠક પર 54.90 ટકા મતદાન
3 વાગ્યા સુધીમાં ભાવનગર બેઠક પર 40.96 ટકા મતદાન
3 વાગ્યા સુધીમાં છોટાઉદેપુર બેઠક પર 54.24 ટકા મતદાન
3 વાગ્યા સુધીમાં દાહોદ બેઠક પર 46.97 ટકા મતદાન
3 વાગ્યા સુધીમાં ગાંધીનગર બેઠક પર 48.99 ટકા મતદાન
3 વાગ્યા સુધીમાં જામનગર બેઠક પર 42.52 ટકા મતદાન
3 વાગ્યા સુધીમાં જુનાગઢ બેઠક પર 44.47 ટકા મતદાન
3 વાગ્યા સુધીમાં કચ્છ બેઠક પર 41.18 ટકા મતદાન
3 વાગ્યા સુધીમાં ખેડા બેઠક પર 46.11 ટકા મતદાન
3 વાગ્યા સુધીમાં મહેસાણા બેઠક પર 48.15 ટકા મતદાન
3 વાગ્યા સુધીમાં નવસારી બેઠક પર 48.03 ટકા મતદાન
3 વાગ્યા સુધીમાં પંચમહાલ બેઠક પર 45.72 ટકા મતદાન
3 વાગ્યા સુધીમાં પાટણ બેઠક પર 46.69 ટકા મતદાન
3 વાગ્યા સુધીમાં પોરબંદર બેઠક પર 37.96 ટકા મતદાન
3 વાગ્યા સુધીમાં રાજકોટ બેઠક પર 46.97 ટકા મતદાન
3 વાગ્યા સુધીમાં સાબરકાંઠા બેઠક પર 50.36 ટકા મતદાન
3 વાગ્યા સુધીમાં સુરેન્દ્રનગર બેઠક પર 40.93 ટકા મતદાન
3 વાગ્યા સુધીમાં વડોદરા બેઠક પર 48.48 ટકા મતદાન
3 વાગ્યા સુધીમાં વલસાડ બેઠક પર 58.05 ટકા મતદાન