Rajkot : રાજકોટના જેતપુરમાં ગઈકાલે 18 મેં ના રોજ પ્રેમી પંખીડાને તેમના જ પરિવારજનો દ્વારા તાલીબાની સજા આપી હોવાની ઘટના સામે આવી હતી. પોલીસે આ ઘટનામાં 6 આરોપીને ઝડપી પાડયા છે. આ પ્રેમી યુગલનેં જેતપુર નજીક પીઠડીયા ટોલ નાકા પાસે સીમ વિસ્તારમાં માર મારવામાં આવ્યો હતો.ઝડપાયેલા આરોપી એક જ પરિવારના છે અને પ્રેમિકાના પતિના પરિવારજનો હોવાનું સામે આવ્યું છે.
આ ઘટનામાં પોલીસે 6 આરોપીઓ ઘુસા પરમાર, કાળુ પરમાર, અતુલ પરમાર, હેમંત પરમાર, અજય પરમાર અને સાગર પરમાર નામના આરોપીને ઝડપી પાડયા છે.પ્રેમી પંખીડાની એમના જ પરિવારજનો દ્વારા પ્રેમ લગ્ન કરવા બદલ આકરી સજા આપવામાં આવી હતી. એક મહિના પહેલાં લવમેરેજ કર્યા હતા તેઓ એક મહિનાથી જેતપુર થી દૂર હતા પરંતુ તેઓ પોતાના ઘર નજીક આવી અત્યારે પરિવારજનોને આ બાબતની જાણ થઇ ગઇ હતી અને સીમ વિસ્તારમાં બંનેને લઈ ગયા હતા જ્યાં તેમને ડામ આપવામાં આવ્યો હતો તેમજ ઢોરમાર મારવામાં આવ્યો હતો.
ત્યારબાદ મહિલા અને યુવકના બંનેનું મુંડન પણ કરી નાખવામાં આવ્યું હોવાનું યુવકે જણાવ્યું હતું.મહિલા તેમજ યુવકના નાક અને કાનમાં પણ ઈજા પોહચડવામાં હતી.જેતપુર પોલીસે અલગ અલગ કલમ દાખલ કરી આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ગુજરાતના 8 યાત્રાધામને કરાશે ભિક્ષુક મુક્ત
ગુજરાતમાં પવિત્ર યાત્રાધામ ખાતે વધતી જતી ભિક્ષુક વૃત્તિને ડામવા માટે ગુજરાત સરકારે વ્યવસ્થા આરંભી છે. ભિક્ષુક મુક્ત યાત્રાધામ કરી અને તમામ ભિક્ષુકોને આત્મ નિર્ભર બનાવવા સરકાર પ્રયાસ હાથ ધરી રહી છે. આ માટે રાજ્ય સરકારે પાયલોટ પ્રોજેકટ તરીકે રાજપીપળાની પસંદગી કરી હતી કે જ્યાં ભિક્ષુકવૃત્તિ સાથે સંકળાયેલા લોકોને રેનબસેરામાં ખસેડવામાં આવ્યા હતા. રેનબસેરામાં લાવવામાં આવેલા તમામ ભિક્ષુકોને પોતાની આવડત અને ક્ષમતા આધારે કામગીરી સોંપવામાં આવશે તેમજ તેનું યોગ્ય વળતર આપવામાં આવશે. હવે સોમનાથ, દ્વારકા, અંબાજી સહિતના 8 મોટા યાત્રાધામને ભિક્ષુક મુક્ત કરાશે.