રાજકોટના જેતપુરમાં ચોંકાવનારી ઘટના બની છે. મળતી જાણકારી અનુસાર, રાજકોટના જેતપુરમાં પ્રેમી યુગલને તાલીબાની સજા આપવામાં આવી હતી. એટલું જ નહી આ પ્રેમી યુગલને ઢોર માર મારવામાં આવ્યો હતો અને બંન્નેનું મુંડન કરાવી ડામ અપાયા હતા.
મળતી માહિતી અનુસાર, મહિલા પરણિત હોવા છતાં પ્રેમી સાથે ભાગી ગઇ હોવાનો આરોપ લગાવી લોકોએ બંન્નેને તાલિબાની સજા આપી હતી. મહિલા પ્રેમી સાથે ભાગી ગયાની જાણ સાસરિયા પક્ષને થતા બંનેને પકડીને જેતપુરના પીઠડીયા ટોલ ટેક્સ પાસે લઇ ગયા, જ્યાં નિર્દયપૂર્વક માર મારી ડામ આપ્યા હતા. પોલીસને ઘટનાની જાણ થતા તપાસ શરૂ કરી છે. પ્રેમી યુગલને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું.
Bihar News: અસામાજિક તત્વોએ ચાલુ ટ્રેને છોકરીની છેડતી કરી, બચવા માટે છોકરીએ પડતુ મુક્યુ, જાણો
Bihar News: બિહારમાં ફરી એકવાર ધૃણાજનક ઘટના સામે આવી છે. બિહારના સમસ્તીપુરમાં ટ્રેનમાં અસામાજિક તત્વોનો મનમાની કરવાનો મામલો સામે આવ્યો છે. મંગળવારે ટ્રેનમાં એક વિદ્યાર્થિનીની ચાલુ ટ્રેને છેડતી કરી, અને બાદમાં છોકરીને ના છુટકે બચવા માટે નીચે પડતુ મુકવુ પડ્યુ હતુ. વિદ્યાર્થિનીએ આ અંગે કહ્યું- જ્યાં-ત્યાં અડતા હતા, સ્થિતિ એટલી ખરાબ હતી કે કૂદવું જ યોગ્ય હતું.
ઉલ્લેખનીય છે કે વિદ્યાર્થીની ગ્રામીણોને રેલવે ટ્રેકના કિનારે ગંભીર હાલતમાં મળી હતી. તેને રેલવે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. છોકરીના બંને પગ, હાથ અને માથામાં ગંભીર ઈજા આવી છે. તેના દાંત પણ તુટી ગયા છે.
છેડતીનો ભોગ બનનારી પીડિતા વિદ્યાર્થીની મુઝફ્ફરપુરમાં નર્સિંગનો અભ્યાસ કરતી હતી. ટ્રેનથી બરૌનીથી તેના ઘરે આવતી હતી. હોસ્પિટલમાં દાખલ થયેલી વિદ્યાર્થિની બપોરે 3.15 વાગે મુઝફ્ફરપુરથી બરૌની જવા માટે જનસાધારણ ટ્રેનમાં નીકળી હતી. તે જ્યાં બેઠી હતી ત્યાં 6 છોકરા હતા. તેઓ ગંદી ગંદી કોમેન્ટ કરતા હતા. તેણે ના પાડી તોપણ તેઓ તે છોકરીને અડતા હતા. એને કારણે તે ગભરાઈ ગઈ હતી. સ્થિતિ ખરાબ થતાં તે કોચના દરવાજા પાસે આવી ગઈ હતી.