રાજકોટ: શહેરમાં ચાર વર્ષની માસૂમ બાળકીનું મોત નિપજ્યું છે. મૃતક બાળકીનું નામ આરવી ઉંજીયા છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર મંદિરનો ગેટ બાળકી ઉપર પડતાં માસુમને ઈજા પહોંચી હતી. જે બાદ બાળકીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે લઈ જવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. જો કે હોસ્પિટલે પહોંચે તે પહેલા જ બાળકીનું મોત થયું છે. બાળકીને અંતિમવિધિ માટે પાર્થિવ દેહને પ્રેમગઢ લઈ જવામાં આવ્યો છે. બાળકીના મોતને લઈને પરિવારમાં શોકનો માહોલ છે.
ગોઠિબ ગામે ભાડાના મકાનમાં ચાલતા સામૂહિક આરોગ્ય કેન્દ્રને મકાન માલિકે મારી દીધું તાળું
મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ગોઠિબ ગામે ભાડાના મકાનમાં ચાલતા સામૂહિક આરોગ્ય કેન્દ્રને મકાન માલિકે તાળું મારી દીધું છે. ભાડાના મકાનમાં ચાલતા સામૂહિક આરોગ્ય કેન્દ્રનું નક્કી કરેલ ભાડું મકાન માલિકને ન ચૂકવતા મકાન માલિકે તાળાબંધી કરી છે. ગોઠીબ ગામે જૂનું સામૂહિક આરોગ્ય કેન્દ્ર જર્જરિત હાલતમાં હોવાના કારણે વર્ષ 2021થી ભાડાના મકાનમાં આ આરોગ્ય કેન્દ્ર ચાલે છે.
ભાડાના મકાનમાં ચાલતા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને તાળાબંધી કરાતા દર્દીઓને હાલાકી ભોગાવવાવાનો વારો આવ્યો છે. મકાન મલિક અને પ્રશાસન વચ્ચેના વિવાદમાં ગરીબ જનતા પીસાઈ રહી છે. મકાન માલિક ભાડા માટે અનેકવાર રજૂઆત કરી હોવા છતાં મકાનનું ભાડું ન ચૂકવતા તાળાબંધી કરી હોવાનું જણાવી રહ્યા છે. હવે સ્થાનિક પ્રશાસન અને મકાન માલિક વચ્ચે આ વિવાદનો અંત ક્યારે આવશે અને ક્યારે આ સામુહિક આરોગ્ય કેન્દ્ર ફરી ખુલશે એ જોવું રહ્યું. પણ સૌથી મોટો પ્રશ્ન એ છે કે જ્યાં સુધી આ સામુહિક આરોગ્ય કેન્દ્ર બંધ રહેશે ત્યાં સુધી રોગોથી પીડાતા દર્દીઓનું શું થશે?
આ પણ વાંચો.........
Aadhaar Card: ભુવન આધાર પોર્ટલ શરૂ, હવે ઘરે બેઠા મળશે આ તમામ સુવિધાઓ, ISRO સાથે થઈ ડીલ
Gaganyaan Mission: 2023માં અવકાશમાં ઉડાન ભરશે ગગનયાન, જાણો કેવું હશે ભારતનું પ્રથમ માનવ મિશન?
Gujarat Rain: વરસાદને લઈને હવામાન વિભાગની મોટી આગાહી, અમદાવાદમાં યલો તો આ જગ્યાએ રેડ એલર્ટ જાહેર
Shani Dev: શનિ દેવે માતાનું અપમાનનો બદલો લેવા માટે કરી કઠોર તપસ્યા, ત્યારે ભગવાન શિવે આપ્યું આ વરદાન
Coronavirus News: દેશમાં કોરોનાના કેસનો આંકડો 21 હજારને પાર, આટલા લોકોના થયા મોત
5 મહિનામાં પ્રથમ વખત સોનું 50 હજાર નીચે આવ્યું, 23 મહિના પહેલા ભાવ 56126 રૂપિયાના રેકોર્ડ સ્તરે હતો