મોરબીઃ હળવદમાં GIDCમાં મીઠાના કારખાનામાં અચાનક જ દીવાલ ધરાશાયી થતાં નાશભાગ મચી ગઇ છે. આ દુર્ઘટનામાં શ્રમિકો દીવાલ નીચે દટાતાં તાબડતોબ રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરાયું હતું. જો કે આ દુર્ઘટનામાં 12 શ્રમિકના ઘટનાસ્થળે જ મોત થયા છે. આ દુર્ઘટનાને લઈને પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે ટ્વીટ કરીને આ અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. 









મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોરબી જિલ્લાના હળવદની જી.આઇ.ડી.સી માં દિવાલ ધસી પડવાની દુર્ઘટનાને કારણે જાન ગુમાવનારા શ્રમિકો પ્રત્યે હ્વદયપૂર્વકની સંવેદના વ્યક્ત કરી છે. મુખ્યમંત્રીએ આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પ્રત્યેક શ્રમિકના વારસદારને ૪ લાખ રૂપિયાની સહાય મુખ્યમંત્રી રાહત નિધિમાંથી આપવાની જાહેરાત પણ કરી છે. તેમણે મૃતક શ્રમિકોના આત્માની શાંતિ માટે પ્રભૂ પ્રાર્થના પણ કરી છે. મુખ્યમંત્રીને આ ઘટનાની જાણકારી મળતાં જ તેમણે મોરબી જિલ્લા કલેકટર અને તંત્રવાહકોને તાત્કાલિક બચાવ-રાહત કામગીરી માટે સૂચનાઓ આપી હતી.






ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, મોરબીમાં દિવાલ ધરાશાયી થવાની ઘટના અંગે જાણીને દુઃખ થયું. મારા વિચારો શોકગ્રસ્ત પરિવારો સાથે છે. ઘાયલ થયેલા તમામ લોકો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના. પાટીલે પણ દુઃખ વ્યક્ત કર્યું છે કે, મોરબી જીલ્લાના હળવદ ખાતે મીઠાના કારખાનાની દિવાલ તૂટી પડવાની ઘટના અત્યંત દુખદ અને હૃદયદ્રાવક છે. આ દુર્ધટનામાં જેમનાં મૃત્યુ નીપજ્યા છે એમનાં દિવંગત આત્માને ઇશ્વર શાંતિ અર્પે એવી પ્રાર્થના કરું છું.  ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થાય એવી અભ્યર્થના.


રમેશભાઈ નરસિંહભાઈ ખીરાણા 
કાજલબેન જેશાભાઈ ગાણસ
દક્ષાબેન રમેશભાઈ કોળી
શ્યામભાઈ રમેશભાઈ કોળી
રમેશભાઈ મેઘાભાઈ કોળી
દિલાભાઈ રમેશભાઈ કોળી
દિપકભાઈ દિલીપભાઈ કોળી
મહેન્દ્રભાઈ
દિલીપભાઈ રમેશભાઈ
શિતલબેન દિલીપભાઈ
રાજીબેન ડાહ્યાભાઈ ભરવાડ
દેવીબેન ડાહ્યાભાઈ ભરવાડ


મોરબીના હળવદમાં GIDCમાં મીઠાના કારખાનામાં અચાનક જ દીવાલ ધરાશાયી થતાં નાશભાગ મચી ગઇ છે. આ દુર્ઘટનામાં 9 શ્રમિક દીવાલ નીચે દટાતાં તાબડતોબ રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરાયું હતું. ઘટનાની જાણ થતાંત્રણ 108 ઘટનાસ્થળે પહોચી હતી તો ધારાસભ્ય પરશોતમ સાબરિયા પણ તાબડતોબ ધટના સ્થળે પહોંચ્યાં હતાં. આ દુર્ઘટનામાં 12 શ્રમિકના અવસાન થાય છે. કારખાનાની અંદર 15થી વધુ શ્રમિક કામ કરતા હોવાની સૂત્રો દ્રારા માહિતી મળી હતી. મીઠાની ફેક્ટરીમાં જ્યારે શ્રમિક કામ કરતા હતા ત્યારે અચાનક જ દીવાલ ધરાશાયી થઇ હતી. જેમાં શ્રમિક દટાઇ જતાં 12 ના મોત થાય છે. ઘટનાસ્થળે રેસ્ક્યૂ ટીમ પહોચી ગઇ હતી અને ઘાયલોને તાબડતોબ હોસ્પિટલ પહોંચાડવા તજવીજ હાથ ઘરી હતી. બપોરે 12 વાગ્યાની આસપાસ દુર્ઘટના સર્જાઇ હતી.