કોરોનાના કહેર વચ્ચે આજે ગુજરાતમાં ઉત્તરાયણની ઉજવણી થઇ રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી કેસો સતત ઘટી રહ્યા હોવાના કારણે લોકોમાં ઉત્તરાયણ માટે જોરદાર ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પરંતુ અનેક વિસ્તારોમાં ધાબા ખાલી પણ જોવા મળ્યા હતા. લોકોએ પતંગની સાથે ક્યાંક ડાન્સ કરીને તો ક્યાંક ચિક્કીઓનો સ્વાદ માણત માણતા ઉત્તરાયણની મઝા માણી રહ્યાં છે.
પતંગની દોરીએ અનેક લોકોના ગળા કાપ્યાના બનાવ બન્યા હતા. બપોરના 12 વાગ્યા સુધીમાં 38 ઈમરજન્સી કોલ 108ની ટીમને કરાયા હતા. આખા રાજ્યમાંથી બપોરે 12 વાગ્યા સુધીમાં 1000 જેટલા કોલ 108ને મળ્યા હતા.