એ-ડિવિઝન પોલીસે 6 ડીસેમ્બરે એસટી બસ સ્ટેન્ડ પાછળ આવેલી પર્લ હોટેલમાં પોલીસના ડમી ગ્રાહકને મોકલ્યો હતો. આ ગ્રાહકે વોટ્સએપ મારફતે મુંબઈની યુવતી સાથે શરીર સુખ માણવાનો સોદો કર્યો હતો. આ યુવતીને લઈને આવેલા દલાલ ભરત ઉર્ફે રવિ મનસુખ ગોહેલ (ઉ.વ.25, રહે. માધાપર ચોકડી, મોરબી રોડ બ્રીજની પાસે)ને ઝડપી લીધો હતો.તેની પૂછપરછમાં ઝારખંડના દલાલ રાકેશનું નામ ખૂલતાં તેને પકડવા પીઆઈ સી. જી. જોષીએ એક ટીમ ઝારખંડ રવાના કરીને સ્થાનિક પોલીસની મદદથી તેને ઝડપી લીધો હતો.
પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે, રાકેશ ઈન્ટરનેટના માધ્યમથી સમગ્ર સેક્સ રેકેટ ચલાવતો હતો. સેક્સ રેકેટની વેબસાઈટમાં રાકેશનો મોબાઈલ નંબર હતો. ગ્રાહક આ નંબર ઉપર કોલ કરે તો રાકેશ તેને યુવતીઓના ફોટા મોકલ્યા બાદ ભાવતાલ અને હોટલ નક્કી કરતો. ત્યાર બાદ ગ્રાહકને સેક્સ વર્કર સપ્લાય કરવા સ્થાનિક દલાલ ભરત આવતો અને ગ્રાહક પાસેથી નક્કી થયેલો ચાર્જ લઈને શારીરિક સંબંધો બાંધવાની સગવડ કરી આપતો.
સ્થાનિક દલાલ ભરત કોલગર્લના મોટા વ્હોટ્સએપ ગ્રુપનો સભ્ય છે. આ ગ્રુપમાં અલગ-અલગ રાજ્યની કોલગર્લના ફોટા છે. આ ફોટા જોયા બાદ ભરત કોલગર્લ સાથે ભાવતાલ નક્કી કરી તેને રાજકોટ બોલાવતો. ભરચ આ કોલગર્લના ફોટોગ્રાફસ ઝારખંડના દલાલ રાકેશને મોકલી આપતો જેનો ગ્રાહકો વેબસાઈટ ઉપર આપેલા નંબર પરથી સંપર્ક કરી ડીલ કરતા હતા. આ કારણે પોલીસ પાસે દલાલનો નંબર આવે તો તે ઝારખંડનો જ નંબર હોવાથી પોલીસ ક્યારેય સ્થાનિક દલાલ સુધી પહોંચી શકતી ન હતી પણ રાજકોટ પોલીસે ઉંડાણપૂર્વક તપાસ કરીને રાકેશને ઝડપી લીધો છે.