રાજકોટ: શહેરની સોની બજારમાં ભીષણ આગની ઘટના સામે આવી છે. આગ એટલી ભયાનક છે કે, દૂર દૂર સુધી ધુમાડા અને આગની લપેટો જોવા મળી રહી છે. અચાનક કોઈ કારણોસર આગ લાગતા ફાયર ફાઈટર અને જાણ કરવામાં આવી છે. ભીમજી ભાઈની શેરીમાં આવેલ બિલ્ડીંગમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. હાલમાં ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. જો કે આ આગ ક્યા કારણે લાગી તેની માહિતી સામે આવી નથી.


સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ
અમદાવાદઃ આજે ફરીથી ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. સવારથી જ અમદાવાદમાં પણ છૂટોછવાયો વરસાદ શરૂ થયો હતો. સૌરાષ્ટ્રની વાત કરીએ તો  બોટાદ શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. સતત ચોથા દિવસે શહેરમાં વરસાદી માહોલ. શહેરના પાળીયાદ રોડ,ગઢડા રોડ,ભાવનગર રોડ, સાળગપુર રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ.બોટાદ તાલુકા ના પાળીયાદ,બોડી ,તરઘરા સહિત ના ગામો માં વરસાદ શરૂ. સતત વરસાદ થિ ખેડૂતોમાં આનંદ. 


ગઢડા તાલુકામાં આવેલ કાળુભાર ડેમ ના બે દરવાજા ખોલાયા છે. કાળુભાર ડેમ ના ઉપરવાસમાં ધોધમાર વરસાદ પડતાં ડેમના બે ફુટ બે દરવાજા ખોલાયા. ગઢડાના ગઢાળી, રાજપીપળા, પ્રહલાદગઢ અને ઉમરાળા તાલુકાના  ૧૫ જેટલા નીચાણવાળા ગામોને કરાયા એલર્ટ. ગઢડા તાલુકાના અને ઉમરાળા તાલુકાના ગામોના જીવાદોરી સમાન છે કાળુભાર ડેમ. કાળુભાર ડેમની કુલ સપાટી ૫૯. ૩૬ છે હાલ લેવલ છે. કાળુભાર ડેમ ઓવરફલો થતા લોકોમાં આનંદ.


ભાવનગરના ભાલ પંથકમાં દરિયાની માફક વરસાદના પાણી ભરાયા છે. ભાલપંથક દરિયો બની ગયો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છેય ભાલ પંથકમાં હાલ ધોધમાર વરસાદ શરૂ થયો છે. તો બીજી તરફ નદીઓ ના પાણી ઘુસી ગયા છે જેના કારણે ભાલના બે ગામો નો સંપર્ક તૂટ્યો છે. હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી આપવામાં આવેલી છે ત્યારે ભાલપંથકનાં અન્ય ગામોને પણ વરસાદી પાણીની અસર થશે. જો વરસાદ વધશે તો માઢીયા, સનેસ, પાળીયાદ, સવાનગર, દેવળીયા નાં ગામોની સ્થિતિ વરસાદ ના કારણે વધું ખરાબ થશે.


ઉપરવાસ ભારે વરસાદના કારણે રંધોળી અને કાળુંભાર નદીના પાણી ભાલ પંથકમાં ઘૂસી ગયા. જેના કારણે ભાલનું પથકનું પાળીયાદ અને દેવળીયા ગામ સંપર્ક વિહોણો થયું છે. ગાડી તુર બનેલી નદીઓના પાણી ગામ નજીક આવેલ કોઝવે ઉપરથી ભારે પ્રવાહ સાથે વહી રહ્યાં છે. બે ગામનો સંપર્ક તૂટી જતા ગ્રામજનો મુકાયા ફરી એક વખત મુશ્કેલીમાં. દર વર્ષે ચોમાસા દરમિયાન નદીઓના પાણી ભાલપંથકમાં ઘૂસી જાય છે. સંપર્ક વિહોણો થતા ગામમાં ઈમરજન્સી સેવાઓ પણ ઠપ થઈ છે, પુરના પાણીના કારણે ગામની સ્થિતિ હાલ વધુ ખરાબ બની રહી છે. ગ્રામજનો ભાવનગર પ્રશાસનની મદદની રાહ જોઈ રહ્યા છે.