રાજકોટઃ  કોંગ્રેસના 6 ધારાસભ્યો ભાજપના સંપર્કમાં હોવાની મીડિયામાં ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે કોંગ્રેસના સૌરાષ્ટ્ર પ્રભારી રામકિશન ઓઝાએ નિવેદન આપ્યું છે.   2017માં કોંગ્રેસની સૌરાષ્ટ્રમાં સૌથી વધુ સીટો આવી હતી. આજે ભાજપમાં 70 ટકા કોંગ્રેસની વિચારધારા ધરાવતા ધારાભ્યો છે. રામ સકિશન ઓઝાએ કહ્યું કે, સમજાવવાના પ્રયાસ કરીશ, પણ કેસ હશે તો ભાજપ પાસે જ જવું પડશે. ભાજપની 2 સીટ હતી ત્યારે ગાયને લઈને 300 સીટ સુધી પહોંચ્યા. આજે લમ્પી વાયરસમાં ગાયની સારવાર કરવાને બદલે અમારા ધારાસભ્યો પર ભાજપ નજર નાખી રહી છે.


ત્રિરંગા યાત્રા દરમિયાન આપ્યું મોટું નિવેદન. રામકિશન ઓઝાએ આમ આદમી પાર્ટી પર કર્યા આકરા પ્રહારો. રામ કિશન ઓઝા એ કહ્યું આમ આદમી પાર્ટી ના બે નંબરના રૂપિયા ક્યાંથી આવે છે તે અમને ખબર નથી. રૂપિયા ક્યાંથી આવે છે તે બાબતે તપાસમાં મીડિયા અમારી મદદ કરે.


Gujarat Election : વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો, સુરતના કયા દિગ્ગજ નેતા જોડાશે ભાજપમાં?
સુરતઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને એક પછી એક ઝટકા લાગી રહ્યા છે. કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભાજપમાં જોડાશે. મોહન પટેલ ઉર્ફે મોહન ભાટિયા ભાજપમાં જોડાશે. 12 વર્ષથી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ હતા. અન્ય આગેવાનો પણ જોડશે ભાજપમા.


Arvind Kejriwal Gujarat Visit: જેમ-જેમ ગુજરાતની ચુંટણીઓ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય નેતાઓનો પ્રવાસ અને સભાઓનો દૌર વધી રહ્યો છે, ત્યારે ગુજરાત વિધાનસભામાં પગ પેસારો કરવા માટે આમ આદમી પાર્ટી પણ તાકાત લગાવી રહી છે, ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હાલમાં ગુજરાતના પ્રવાસે છે. આ દરમિયાન તેમણે જામનગર, વડોદરા અને બોડેલી ખાતે સભા કરી હતી. તો બીજી તરફ વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપને મોટો ફટકો લાગ્યો છે.  જામનગરના પૂર્વ મેયર અને ભાજપના વરિષ્ઠ નેતા કનકસિંહ જાડેજા આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. કનકસિંહ જાડેજા અરવિંદ કેજરીવાલની હાજરીમાં પાર્ટીમાં જોડાયા હતા.


અરવિંદ કેજરીવાલે આ પ્રવાસ દરમિયાન સૌ પહેલા જામનગરમાં ઓશવાલ સેન્ટર ખાતે શહેરના વેપારીઓ સાથે વાતચીત કરી અને તેની સમસ્યાઓ જાણવાના એક કાર્યક્રમમાં તેવો હાજર રહ્યા હતા. કેજરીવાલે કહ્યું કે ગુજરાતના લોકો તરફથી બહુ જ સમર્થન મળી રહ્યું છે જેને કારણે ભાજપને તકલીફ થઇ રહી છે અને ભાજપને બહુ અહંકાર આવી ગયો છે. તો વેપારીઓ સાથેની વાતચીત દરમિયાન ગુજરાતમાં દારૂબંધીને લઈને પણ કેજરીવાલે સરકાર પર પ્રહારો કર્યા ને કહ્યું કે ગુજરાતમાં દારૂબંધી વચ્ચે જોઈએ તે બ્રાન્ડનો દારુ હોમ ડીલેવરીથી મળે છે. આ ઉપરાંત કેજરીવાલે લઠાકાંડને લઈને પણ સી.આર.પાટીલ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને આડે હાથ લીધા હતા.