રાજકોટ: રાજકોટમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે. આજે શહેરના પેલેસ રોડ પર ગાયએ એક વ્યક્તિને અડફેટ લીધો હતો. જેમા રાહદારીને ઈજા પહોંચતા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. રખડતા ઢોરને લઈને રાજ્યમાં અનેક ફરિયાદો સામે આવી રહી છે. જો કે સરકારે રખડતા ઢોર અંગે કાયદો બનાવ્યો હતો પરંતુ કેટલીક વાતોના વિરોધના કારણે આ કાયદો હાલ પુરતો મુલતવી રાખવામાં આવ્યો છે.

Continues below advertisement

 

પિતા-પુત્રીને ટ્રકે અડફેટે લેતા દીકરીનું મોત

સુરત: શહેરની ભેસાણ ચોકડી પાસે બાઇક પર જઈ રહેલા પિતા-પુત્રીને ટ્રકે ટક્કર મારતાં દીકરીનું મોત નીપજ્યું છે. મૃતક પ્રગતિની ધોરણ 10ની પરીક્ષા ચાલી રહી હતી અને આજે અંગ્રેજીનું છેલ્લું પેપર હતું, ત્યારે અકસ્માતમાં વિદ્યાર્થિનીનું મોત થતાં ભારે ચકચાર મચી ગઈ છે. બાઇક સવાર પિતા-પુત્રીને ટ્રકે અડફેટે લેતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. મૃતક પ્રગતિના પિતા ક્રિભકોમાં કોન્ટ્રાકટ સુપર વાઇઝર છે. બે સંતાનોમાં મોટી દીકરીનું નિધન થયું છે. પરિવારમાં શોકનો માહોલ છે. 

કાર ચાલકે રાહદારીને અડફેટે લેતા ઘટનાસ્થળે જ કમાટીભર્યું મોત

વડોદરા: કરજણ નેશનલ હાઇવે નં. 48 પર માંગલેજ ચોકડી પાસે વડોદરા ભરૂચના ટ્રેક પર કાર ચાલકે રાહદારીને અડફેટે લીધો છે. પુરઝડપે આવતા કારચાલકે કરજણના માંગલેજ ગામના વ્યક્તિને અડફેટે લેતા તેનું ઘટનાસ્થળે જ કમાટીભર્યું મોત થયું છે. અકસ્માત બાદ કાર ચાલક કાર મુકી ફરાર થઈ ગયો હતો. કારનો નંબર   GJ 06 FQ 0051 હોવાની વાત સામે આવી છે. તો બીજી તરફ કરજણ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધૂ તપાસ હાથ ધરી છે.