રાજકોટ: રાજકોટ શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.અહીં નર્સ તરીકે ફરજ બજાવતી યુવતી પર શિક્ષકે લગ્નની લાલચ આપી શરીર સંબંધ બાંધ્યા હતા.   જસદણના કડૂકા ગામના શિક્ષક યુવકે ઈન્સ્ટાગ્રામ મારફત યુવતીના  સંપર્કમાં આવ્યો હતો.  લગ્નની લાલચ આપી મંગલસૂત્ર પહેરાવી તું આજથી મારી પત્ની છો તેમ કહી બાદમાં અનેક વખત  શરીર સંબંધ બાધી હવસનો શિકાર બનાવી હતી.  લગ્ન ન કરતા શિક્ષક યુવક પર નર્સ યુવતીએ રાજકોટના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.  ગુનો નોંધાયો છે.


રાજકોટમાં  હોસ્પિટલોમાં નર્સ તરીકે નોકરી કરતી અને  જસદણ પંથકની 32 વર્ષીય યુવતીએ મૂળ જસદણ તાલુકાના કડુકા ગામનો અને હાલ છોટા ઉદેપુરના માલુ ગામમાં શિક્ષક તરીકે નોકરી કરતા યુવક સામે એ ડીવીઝન પોલીસ મથકમાં દુષ્કર્મ ગુજાર્યા અંગેની ફરિયાદ નોંધાવી છે.ફરિયાદમાં જણાવ્યું હતું કે અઢી વર્ષ પૂર્વે યુવક સાથે ઇન્સ્ટાગ્રામ મારફ્ત સંપર્ક કરી ફોન નંબરની આપલે થયા બાદ વાતચીત કરતા હતા.


યુવકે વિશ્વાસમાં લઈ વિવિધ સ્થળે ફરવા લઈ જતો હતો. આ  દરમિયાન બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો.  બાદમાં 27 મેં 2022ના રોજ ધર્મેન્દ્ર રોડ ઉપર આવેલ સીમરન હોટલમાં યુવક લઇ ગયો હતો ત્યાં ભગવાનના ફોટા સામે મંગળસૂત્ર પહેરાવી, સેથામાં સિંદુર પૂરી આજથી આપણે પતિ પત્ની છીએ સમાજમાં પણ લગ્ન કરી લઈશું કહી શરીર સંબંધ બાંધ્યા હતા.  બાદમાં 24 ફેબ્રુઆરી 2023ના પાવી જેતપુર બોલાવતા ત્યાં બે દિવસ રોકાઈ હતી.  ગત તારીખ 3 મેં 2023ના યુવક રાજકોટ આવી ફરી સીમરન હોટલમાં લઈ જઈ લગ્નની વાતો કરી શરીર સંબંધ બાંધ્યા હતા.  થોડા દિવસ પછી આજી ડેમ ચોકડીએ આવેલ કેડીએમ હોટલમાં મરજી વિરૂદ્ધ શરીર સંબંધ બાંધ્યા હતા. 


નર્સ યુવતી જ્યારે 13 નવેમ્બરના રોજ પોતાની નોકરી પૂરી કરી ઘરે જતી હતી ત્યારે જસદણ બસ સ્ટેશને બોલાવતા ત્યાં જતા કારમાં બેસાડી કડુકા તેના નવા મકાને લઈ જઈ ત્યાં પણ શરીર સંબંધ બાંધ્યા હતા. બાદમાં યુવતીએ તપાસ કરતા યુવકના  નોકરી સ્થળે પણ અન્ય યુવતી  સાથે સંબંધ હોવાનું જાણવા મળ્યું હતું. 30 નવેમ્બરના છોટા ઉદેપુર ખાતે જતા તેના પરિવારે સમજાવી ઘરે વાત કરવા કહી મને બહેનના ઘરે મૂકી ગયા હતા.  તે પછી ફોન બ્લોક કરી નાખ્યો હતો તે પછી ગામમાં વાત ફેલાઈ જતા વકીલ મારફ્ત છૂટાછેડામાં બળજબરીથી સહી કરાવી હતી છતાં લગ્ન કરીશ તેવું વચન જ આપવા છતાં લગ્ન નહી કરતા એ ડિવિઝન પોલીસે આરોપી સુરેશ વિરૂદ્ધ  ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.