ધોરાજી તાલુકાના અસરગ્રસ્ત ગામો અને વિસ્તારમાં સર્વેની કામગીરી ઝડપથી પૂર્ણ કરવાનો આદેશ અપાયો છે. આ સર્વે ટીમની રચના તાલુકા વિકાસ અધિકારીએ કરી છે. આજે નુકસાની અંગે સર્વે માટે ધારાસભ્ય લલીલ વસોયા ધરણા પર ઉતરે એ પહેલા અટકાયત કરવામાં આવી હતી. લલિત વસોયા આજે ડેપ્યુટી કલેક્ટર કચેરીએ ધરણા યોજવાના હતા. જો કે તેઓ ધરણા યોજે તે પહેલા જ અટકાયત કરવામાં આવી હતી.
રાજ્યમાં પડી રહેલા અવિરત વરસાદને કારણે મોટા પ્રમાણમાં ખેડૂતોના પાકને નુકસાન પહોંચ્યું છે. ભારે વરસાદના કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ જતા ખેડૂતો વળતર આપવાની માંગ કરી રહ્યા છે.