ગોંડલઃ આશાપુરા ડેમમાં ડૂબી જતા યુવતીનું મોત, ઘટનાસ્થળે ઉમટી પડ્યા લોકોના ટોળેટોળા
એબીપી અસ્મિતા વેબ ટીમ | 24 Dec 2020 04:24 PM (IST)
યુવતીના પરિવારના આંક્રદને કારણે વાતાવરણ ગમગીન બની ગયું હતું. અકસ્માતે યુવતી ડેમમાં ડૂબી જતાં મોત નીપજ્યું છે. ગોંડલ ફાયરની ટીમ દ્વારા યુવતીના મૃતદેહને બહાર પી.એમ. માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
તસવીરઃ આશાપુરા ડેમમાંથી ફાયરબ્રિગેડની ટીમે યુવતીનો મૃતદેહ બહાર કાઢી પીએમ માટે ખસેડ્યો.
રાજકોટ: ગોંડલમાં આશાપુરા ડેમમાં ડૂબી જતાં યુવતીનું મોત થયું છે. એક યુવતી ડેમમાં ડૂબી ગઈ હોવાના સમાચાર મળતા મોટી સંખ્યામાં લોકો ડેમ ખાતે દોડી આવ્યા હતા. ગોંડલ ફાયરબ્રિગેડની ટીમ દ્વારા યુવતીની લાશ બહાર કાઢવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં યુવતીના પરિવારજનો પણ ડેમ ખાતે દોડી આવ્યા હતા. યુવતીના પરિવારના આંક્રદને કારણે વાતાવરણ ગમગીન બની ગયું હતું. અકસ્માતે યુવતી ડેમમાં ડૂબી જતાં મોત નીપજ્યું છે. ગોંડલ ફાયરની ટીમ દ્વારા યુવતીના મૃતદેહને બહાર પી.એમ. માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.