Rajkot: રાજકોટમાં એક યુવતીએ જીત પાબારી નામના યુવક  વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી હતી. મળતી જાણકારી અનુસાર, ભારતના દિગ્ગજ ક્રિકેટર ચેતેશ્વર પૂજારાના સાળા જીત પાબારી વિરુદ્ધ એક યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. જીત પાબારીની પૂર્વ મંગેતરે માલવિયા નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. યુવતીએ આરોપ લગાવ્યો હતો કે જીત પાબારીએ તેની સાથે સગાઇ કરી અને અનેકવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા અને બાદમાં કોઇ પણ કારણ વિના સગાઇ તોડી નાખી હતી. પીડિતાની અરજી પર પોલીસે જીત પાબારી વિરુદ્ધ આઇપીસી 376 (2)(N), 506 સહિતની કલમ હેઠળ કેસ નોંધી તપાસ શરૂ કરી હતી.


ભારતીય ક્રિકેટર ચેતેશ્વર પૂજારાના સાળા જીત પાબારી વિરૂદ્ધ દુષ્કર્મના આરોપ લાગ્યા છે. રાજકોટની યુવતીનો દાવો છે કે ચેતેશ્વર પૂજારાના સાળાએ પહેલા મારી સાથે સગાઈ કરી અને સગાઈ બાદ અનેકવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા. ત્યારબાદ કોઈ કારણ વગર સગાઈ તોડી નાંખી હતી. આખરે ભોગ બનનાર યુવતીએ માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં જીત પાબારી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.


ભાવનગરમાં બાળકી પર દુષ્કર્મ


ભાવનગર શહેરમાં કાળજુ કંપાવનારી ઘટના સામે આવી છે. ચાર વર્ષની ફૂલ જેવી બાળકી સાથે એક નરાધમે દુષ્કર્મ આચર્યું હતું. બાળકી સાથે દુષ્કર્મ આચરી નરાધમ ફરાર થઈ ગયો હતો.  જ્યારે ઈજાગ્રસ્ત બાળકીને મોડી રાત્રિના સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. વરતેજ પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધી નરાધમની ધરપકડની તજવીજ હાથ ધરી છે.  સમાજને શર્મસાર કરતી ઘટનાને લઈ આરોપી વિરૂદ્ધ કડકમાં કડક કાર્યવાહીની માંગ કરી હતી.


વલસાડમાં સીરિયલ કિલર ઝડપાયો


વલસાડમાં યુવતી પર દુષ્કર્મ અને હત્યા કેસનો આરોપી સીરિયલ કિલર રાહુલસિંગ ઝડપાયો હતો. પોલીસે તેને સાથે રાખીને  ઘટનાનું રિકન્ટ્રક્શન કર્યું છે. પારડી પોલીસની ટીમ રાહુલસિંઘને લઈને મોતીવાડા ગામમાં પહોંચી હતી. 14 નવેમ્બરે દુષ્કર્મ આચરી યુવતીની હત્યા કરી હતી. બાદમાં મૃતદેહ ઝાડીમાં ફેંકી ભાગી ગયો હતો. આરોપીને ગામમાં લવાતા મોટી સંખ્યામાં ગ્રામજનો સ્થળ પર પહોંચ્યા હતા. જોકે, પોલીસે તમામને દૂર ખસેડ્યા હતા. વલસાડમાં યુવતીની હત્યા કર્યા બાદ આરોપીએ વધુ ત્રણ હત્યા કરી હતી. 25 દિવસમાં તેણે પાંચ હત્યા કરી હતી. હત્યા ઉપરાંત તેના વિરુદ્ધ ચોરી, લૂંટ સહિત 13 ગુના નોંધાયેલા છે. 5 ડિસેમ્બર સુધી તે પોલીસ રિમાન્ડ પર છે, પૂછપરછ દરમિયાન વધુ કેટલાક ખુલાસા થઈ શકે છે.