Rajkot News: ગુજરાત ગાઈકોર્ટ દ્વારા રખડતા ઢોરને લઈને પ્રશાસનને ટકોર કરવાં છતાં કોઈ સુધારો જોવા નથી મળી રહ્યો. રાજકોટના જામકંડોરણા રખડતા ઢોરને કારણે વધુ એક યુવાનનું મોત થયું છે. રખડતા ઢોરે બાઈક ચાલકને અડફેટે લેતા મોત થયું છે. જામકંડોરણા તાલુકાનાં મોટા ભાદરા ગામના યુવકનું બાઈક આખલાની અડફેટે આવતા મોત થયું છે. ગૌરવ વ્રજલાલ સાટોડિયા નામના યુવકનું આખલાની અડફેટે આવતા મોત થયું છે. ગોંડલથી પરત ઘરે આવતા સમયે મેવાસા નજીક આખલાની અડફેટે આવકા યુવકનું મોત થયું છે. રોડ ઉપર રખડતા ઢોરને કારણે વધુ એક યુવાનનું મોત થયું છે. યુવાનનું મોત નીપજતા પરિવારમાં શોકનો માહોલ છે.


મહીસાગરમાં રખડતા ઢોરનો ત્રાસ


મહીસાગર જિલ્લાના લુણાવાડામાં રખડતા ઢોરોનો ત્રાસ યથાવત છે. એક બાઈક ચાલકની પાછળ બે રખડતા પશુઓ પડતા બાઈક ચાલકો જીવ બચાવી ભાગ્યા હતા. લુણાવાડા શહેરમાં એક માર્ગ ઉપર અચાનક જ બે પશુ બાઈક સવારની પાછળ ભાગતા બાઈક સવારે પૂર ઝડપે બાઈક હંકારી હતી. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. રખડતા પશુ પાછળ પડતા બાઈક સવાર પૂર ઝડપે જોખમી રીતે બાઈક હંકારી જીવ બચાવી ભાગ્યો હતો. હાઇકોર્ટની ટકોર બાદ પણ લુણાવાડા પાલિકા તંત્ર રખડતા પશુઓના ત્રાસ પર નિયંત્રણ લાવવામાં નિષ્ફળ નિવડ્યું છે. લુણાવાડા શહેરમાં દિવસેને દિવસે રખડતા પશુઓનો ત્રાસ વધી રહ્યો છે.