રાજકોટ: ગુજરાત આમ આદમી પાર્ટીમાં નવાજૂની એંધાણ વર્તાઈ રહ્યા છે. કારણ કે, AAP ના નેતા વશરામ સાગઠીયાનો એક વિડીયો હાલમાં વાયરલ થઈ રહ્યો છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ આવતીકાલે પદગ્રહણ કરવાના છે. આ પહેલા આપ નેતા વશરામ સાગઠીયા કોંગ્રેસ નેતાઓ સાથે જોવા મળ્યા હતા.
તમને જણાવી દઈએ કે, વશરામ સાગઠીયાએ કૉંગેસ છોડી AAPની ટોપી પહેરી છે. હવે શક્તિસિંહ ગોહિલ પ્રદેશ પ્રમુખ તરીકે આવતા સાગઠીયા કોંગ્રેસ નેતાઓ સાથે જોવા મળતા રાજકારણ ગરમાયું છે. રાજકોટમાં કોંગ્રેસના કાર્યકરો સાથે સાગઠીયા દેખાતા હોઈ તેવો વિડીયો વાયરલ થયો છે. રાજકોટમાં ઇંદ્રનીલ રાજ્યગુરુ અને વશરામ સાગઠીયાએ કોંગ્રેસ છોડી AAPમાં જોડાયા હતા. જો કે, ઇંદ્રનીલ રાજ્યગુરુની ઘરવાપસી થઈ ગઈ હતી પરંતુ સાગઠિયા હજુ રણ AAP માં જ છે. હવે સાગઠીયાની ઘર વાપસીને લઈને અટકળો તેજ થઈ છે.
શક્તિસંહ ગોહિલ આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસનો ચાર્જ સંભાળવના હતા. જો તાજેતરમાં મળતા અપડેટ્સ મુજબ આ કારણસર આજે કાર્યભાર નહી સંભાળે. શક્તિસિંહ ગોહિલે આજે ગાંધી આશ્રમ પહોંચી અને રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરી, બાદ તેઓ આજે પ્રદેશ કાર્યલય પહોંચીને કોગ્રેસ પ્રદેશાધ્યક્ષનો કાર્યભાર સંભાળવાના હતા. જો કે આજે અમાસ હોવાના કારણે કાર્યભાર ન સંભાળવાનો નિર્ણય કર્યો છે. ભગવાન જગન્નાથના આશિર્વાદ લઈને આવતી કાલે કાર્યભાર સંભાળવાની ઇચ્છા વ્યક્ત કરી છે. જો કે આજે રાજીવ ગાંધી ભવન પર માત્ર અભિવાદન કાર્યક્રમ યોજાશે. આ પહેલા ગાંધી આશ્રમમાં પુષ્પાજલિ બાદ આશ્રમથી કાર્યલય સુધીની પદયાત્રા યોજાઇ હતી. જેમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા નેતા મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા.
રાજકીય સફર પર નજર