આ મામલે 15 લોકોની અટકાયત કરવામાં આવી છે. રાજકોટના શાપર-વેરાવળમાં શ્રમિકોએ વતન જવાની જીદ પકડી હતી. પરપ્રાંતિયો નેશનલ હાઇવે પર ઉતરી આવ્યા હતા અને રોડ ચક્કાજામ કર્યો હતો. દરમિયાન શ્રમિકોએ ABP અસ્મિતાના રિપોર્ટર પર હુમલો કર્યો હતો. શ્રમિકોએ નેશનલ હાઇવે પર ડિવાઇડર પરના વૃક્ષો પણ ઉખાડ્યા હતા અને ધોકા લઇ ટ્રક, કારના કાચ ફોડ્યા હતા. શ્રમિકોએ પત્રકારનો કેમેરો પણ ઝૂંટવી લીધો હતો. ટોળાને ઉશ્કેરનાર અને વીડિયો બનાવનાર શખ્સની પોલીસે ધરપકડ કરી હતી.
શાપરમાં પરપ્રાંતિઓ દ્વારા કરવામાં આવેલા પથ્થરમારામાં જિલ્લા પોલીસ વડા બલરામ મીણાને પણ ઈજા પહોંચી હતી. જોકે, સ્થાનિક લોકો તેમને બચાવીને દૂર લઇ ગયા હતા.
રાજકોટમાં પત્રકાર હાર્દિક જોષી પર થયેલા હુમલાને ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ વખોડી હતી. તેમણે કહ્યું કે, હું આ હુમલાને વખોડું છું. હુમલાખોરો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય તે માટે ગુજરાત પોલીસ વડાએ આદેશ આપ્યા છે.