રાજકોટઃ ડીએચ કોલેજની મહિલા આચાર્ય ગઈકાલે લાંચ લેતા ACBના હાથે ઝડપાઈ ગઈ હતી.આજે ACBએ મહિલા આચાર્યના નિવાસસ્થાને તપાસ હાથ ધરતા 11.31 લાખ રૂપિયા રોકડા મળી આવ્યાં હતા. જેથી હવે ACBએ મહિલા આચાર્યના બેંક એકાઉંટની પણ તપાસ હાથ ધરી છે. ગઈકાલે મહિલા પ્રિન્સીપાલ ચંદ્રિકાબેન વાઢેર છેલ્લા બે વર્ષથી સરકારી AMP લૉ કોલેજનો ચાર્જ સંભાળતા હતા. ત્યારે વિદ્યાર્થીઓને એડમિશન અપાવવાનાં બહાને રૂપિયાની માંગ કરી હતી.

ગત તારીખ 2 સપ્ટેમ્બરનાં રોજ તેમનો ચાર્જ પૂર્ણ થઇ જતા રૂપીયા લઇ બાકી રહેલા રૂપીયાની ઉઘરાણી કરી હતી. એક વિદ્યાર્થી પાસેથી 4 હજારની લાંચની માંગણી કરતા વિદ્યાર્થીએ ACBમાં ફરીયાદ કરી હતી. જેને આઘારે રાજકોટ ACBએ છટકું ગોઠવી મહિલા પ્રિન્સીપાલ અને તેનાં પટ્ટાવાળાને રૂપીયા 2500ની લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધા હતા.