Accident News: રાજ્યમાં જીવલેણ અકસ્માતનો (fatal accident) સિલસિલો વણથંભ્યો છે. ધોરાજી શાક માર્કેટ (Dhoraji vegetable market) પાસે રીક્ષા (auto rickshaw) અને થાપ જીપ (thar jeep) વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું. ધોરાજીમાં રીક્ષા માર્કેટ સર્કલ (market circle) તરફ જઈ રહી ત્યારે ફૂલ સ્પીડમાં આવતી થાર ગાડીએ અડફેટે લીધી હતી. જેમાં રીક્ષામાં સવાર ત્રણ વ્યક્તિ ઈજાગ્રસ્ત અને એકનું મોત થયું હતું. મૃતકનું નામ જુબેરભાઈ લુલાણીયા હોવાનું સામે આવ્યું છે.
ઈજાગ્રસ્તોને ધોરાજી સરકારી હોસ્પિટલ ખસેડાયા છે. ધોરાજી પોલીસે (dhorai police) હોસ્પિટલ પહોંચી તપાસ હાથ ધરી છે.




સુરતના નવાગામ ડીંડોલી બીલીયાનગરમાં ગત સાંજે થયેલી યુવાનની હત્યાના વિરોધમાં યુવાનનો મૃતદેહ પોસ્ટમોટમ બાદ ઘરે આવે તે પહેલા સ્થાનિકોએ મૃતકના પરિવારજનો સાથે મળીને હત્યા માટે પોલીસને જવાબદાર ઠેરવી ત્યાંનો બ્રિજ બંધ કરી ચક્કાજામ કરી દેતા સ્થિતી વણસી હતી. બનાવને પગલે દોડી ગયેલી પોલીસે હળવો લાઠીચાર્જ કરી સ્થિતી કાબુમાં લીધા બાદ મોટો પોલીસ કાફલો ખડકી દીધો હતો. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના નવાગામ ડીંડોલી બીલીયાનગરમાં ગત સાંજે અતુલ સોની (યાદવ)ની ત્રણ અજાણ્યાઓએ ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી હતી.અંગત અદાવતમાં થયેલી હત્યાના આ બનાવમાં ડીંડોલી પોલીસે ગણતરીના કલાકોમાં પાંચ આરોપી પૈકી ત્રણ યુવાન અને એક તરુણને ઝડપી લીધા હતા.દરમિયાન, મૃતક યુવાનનો મૃતદેહ આજે બપોરે પોસ્ટમોર્ટમ  બદ તેના ઘરે પહોંચે તે અગાઉ મૃતક યુવાનના પરિવારજનો અને સ્થાનિકોએ તેની હત્યા માટે પોલીસને જવાબદાર ઠેરવી આક્રોશ સાથે નજીકનો ઓવરબ્રિજ બંધ કરી દેતા સ્થિતી વણસી હતી. લોકોએ ચક્કાજામ કરી દેતા ડીંડોલી પોલીસ તેમજ આજુબાજુના પોલીસ મથકના પોલીસ જવાનો અને અધિકારીઓ ત્યાં દોડી ગયા હતા. સ્થાનિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાતા પોલીસે હળવો લાઠીચાર્જ કરી સ્થિતિ કાબુમાં લીધી હતી. બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં મોટો પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે.


પોરબંદરના આદીત્યાણા ગામે બાયપાસ રોડ પર બેફામ સ્પીડે જઇ રહેલા બોલેરોની હડફેટે ચાર વર્ષનાં બાળકનું મોત નીપજ્યું હતું. આ બાળક તેના દાદીમા સાથે જમાતખાને જતો હતો ત્યારે બનાવ બન્યો હતો.


આ પણ વાંચોઃ


આવકવેરા વિભાગની મોટી કાર્યવાહી, કારોબારીને ત્યાંથી મળી મોટી માત્રામાં કેશ, લઈ જવા બોલાવવી પડી વેન