આવકવેરા વિભાગની મોટી કાર્યવાહી, કારોબારીને ત્યાંથી મળી મોટી માત્રામાં કેશ, લઈ જવા બોલાવવી પડી વેન

આગ્રામાં જૂતાના વેપારીઓ પર આવકવેરા વિભાગે દરોડા પાડ્યા હતા, જેમાં આવકવેરા વિભાગને મોટી સફળતા મળી હતી. આવકવેરા વિભાગની ટીમે આગરામાં બીકે શુઝ, મંશુ ફૂટવેર અને હરમિલપ ટ્રેડર્સ પર દરોડા પાડીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
આવકવેરા વિભાગની 14 ટીમોએ એક સાથે અલગ અલગ જગ્યાએ દરોડા પાડ્યા હતા. આવકવેરા વિભાગની 14 ટીમોમાં 100 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ સાથે 50 પોલીસકર્મીઓને પણ આ સ્થળોએ ફરજ પર મુકવામાં આવ્યા હતા.

આવકવેરા વિભાગની ટીમે હરમિલાપ ટ્રેડર્સના માલિક રામનાથ ઢાંક પાસેથી 53 થી 54 કરોડ રૂપિયાની રોકડ રિકવર કરી છે, જ્યારે BK શૂઝ અને મંશુ ફૂટવેરમાંથી મળી આવેલી રોકડનો સમાવેશ કરીએ તો આ આંકડો 60 કરોડ રૂપિયા નજીક છે. આવકવેરા વિભાગની ટીમ બેંકની બે વાનમાં આટલી મોટી રોકડ રકમ ભરીને બેંક પહોંચી, જ્યાં ફરીથી નોટોની ગણતરી કરવામાં આવી રહી છે.
જપ્ત કરાયેલી મોટી રકમ બે વાન મારફતે મોકલવામાં આવી હતી. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આગ્રામાં રોકડ રિકવર કરવાની આ સૌથી મોટી કાર્યવાહી છે. આ સાથે કરોડો રૂપિયાની સ્લિપનો એક કિસ્સો પણ સામે આવ્યો છે, જેમાં આવકવેરા વિભાગને સ્લિપ દ્વારા કરોડો રૂપિયાની લેવડદેવડના પુરાવા મળ્યા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, અંદાજે 55 થી 60 કરોડની રોકડ અને કરોડો રૂપિયાની સ્લિપની રિકવરીથી તપાસનો દોર હજુ ઘણા મોટા જૂતાના ધંધાર્થીઓ સુધી પહોંચી શકે છે. એવું કહેવામાં આવ્યું છે કે જૂતાનો બિઝનેસમેન પ્રોપર્ટી અને સોનામાં પણ રોકાણ કરી રહ્યો છે. ઉદ્યોગપતિઓએ જમીનમાં જંગી રોકાણ કર્યું છે.
ઉદ્યોગપતિઓએ જમીનમાં જંગી રોકાણ કર્યું છે. આવકવેરા વિભાગની કાર્યવાહીમાં પુરાવા મળ્યા બાદ તપાસનો દોર હજુ ઘણા મોટા જૂતાના ધંધાર્થીઓ સુધી પહોંચી શકે છે. હવે મળેલા પુરાવાના આધારે વધુ તપાસ કરવામાં આવશે. રોકડ વ્યવહારમાં વપરાતી કરોડો રૂપિયાની સ્લિપમાંથી બીજા ઘણા મોટા નામો સામે આવી શકે છે. જૂતાનો આખો વ્યવસાય સ્લિપ દ્વારા કરવામાં આવતો હતો અને મોટાભાગની ચૂકવણી સ્લિપ દ્વારા રોકડમાં કરવામાં આવતી હતી.
આ ઉપરાંત કરોડો રૂપિયાની સ્લીપો પણ મળી આવી છે જેની હવે વધુ ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. રિકવર થયેલી રોકડની ગણતરી હવે બેંકમાં કરવામાં આવી રહી છે. જપ્ત કરાયેલી રોકડને બે વાનમાં પેક કરીને બેંકમાં લઈ જવામાં આવી હતી.