Hit And Run In Gujarat: રાજ્યમાં રફ્તારનો કહેર યથાવત છે. સુરેન્દ્રનગરમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. સુરેન્દ્રનગરના લીંબડી-રાજકોટ હાઈવે પર આ ઘટના બની છે. છાલયા તલાવ નજીક અકસ્માત સર્જાયો હતો. કાર ચાલકે અજાણ્યા વાહન સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઘટના સ્થળે જ 2 લોકોના મોત થયા છે. અજાણ્યાં વાહન ચાલક અકસ્માત કરી ફરાર થઈ ગયા હતા. જામનગરથી ગાંધીનગર જતાં હતાં ત્યારે લીંબડી નજીક અકસ્માત સર્જાયો હતો. પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
થોડા દિવસ પહેલા સુરતમાં કીમ માંડવી રૉડ પર વહેલી સવારે એક યુવાનને અજાણ્યા વાહને ટક્કર મારીને મોતને ઘાટ ઉતારી દીધો હોવાનું સામે આવ્યુ છે. કહેવાઇ રહ્યુ છે કે, મૃતક યુવાન રાત્રિ શિફ્ટ પુરી કરીને પોતાના ઘરે જઇ રહ્યો હોત, તે દરમિયાન અજાણ્યા વાહને ટક્કર મારીને હવામાં ઉડાવ્યો હતો. યુવાનનું ઘટના સ્થળે મોત નિપજ્યુ છે. મળતી માહિતી પ્રમાણે, સુરતમાં આજે વહેલી સવારે વધુ એકવાર રૉડ અકસ્માતની ઘટના સામે આવી છે. સુરતના કીમ માંડવી રૉડ આજે વહેલી સવારે કોઠવા ગામ પાસે એક સનસનીખેજ હિટ એન્ડ રનની ઘટના ઘટી છે. અહીં રાત્રિ દરમિયાન નાઇટ શિફ્ટમાં કામ કરીને પોતાના ઘરે જઇ રહેલા એક યુવાનને અજાણ્યા વાહને ટક્કર મારી છે, આ ટક્કરમાં યુવાનનું ઘટના સ્થળે જ મોત થયુ છે. અકસ્માતની ઘટના બાદ પાલોદ પોલીસે તપાસ કરતાં મૃતક યુવાન પાસેથી આધાર કાર્ડ અને કંપનીનું આઇડી કાર્ડ મળી આવ્યુ હતુ, જેમાં મૃતકનુ નામ નિતેશ યાદવ હોવાનું અને તે નજીકની કુસુમગર કંપનીનામાં કામ કરતો હોવાનું જાણવા મળ્યુ હતુ. હાલ પાલોદ પોલીસે આ અંગે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
રાજ્યમાં આ જે બે ગંભીર અકસ્માતના ઘટના બની છે જેમાં બે લોકોના મોત થયા. એક કડીમા હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે જ માં એકનું મોત થયું છે. તો બીજી ઘટનામાં રાજકોટ-અમદાવાદ હાઈવે પર કાર અને ટ્રક એક બીજા ટકરાયા છે. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે.
કડીમાં હિટ એન્ડ રનની ઘટના બની છે. જેમાં કડીના કોયડા ધરમપુર રોડ પર આ ઘટના બની હતી. બાઈક પર જઇ રહેલા યુવકને અજાણ્યાં વાહન ચાલકે ટક્કર મારી ફરાર થયો હતો. ગંભીર રીતે ઘાયલ થયેલા યુવકનુ સારવાર દરમિયાન મોત થયું છે. આ ઘટનામાં બાવલું પોલીસે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે. ભરતજી ઠાકોર નામનો યુવાન બાઇક લઈ જતો હતો ત્યારે આ ઘટના બની હતી.
બીજો અકસ્માત રાજકોટ-અમદાવાદ હાઈવે પર બન્યો છે. જ્યાં ટ્રેક અન કાર વ્ચચે અકસ્માત થયો છે. આ અકસ્માતમાં ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ થરી છે. અકસ્માતને કારણે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે.