રાજકોટઃ અમદાવાદ અને વડોદરા બાદ હવે રાજકોટમાં કોરોના બેકાબૂ બન્યો છે. રાજકોટમાં વધતા કોરોનાના કેસને ધ્યાનમાં રાખીને સરકારે પણ આગોતરું આયોજન કર્યું છે. રાજકોટમાં કોરોનાનો પ્રકોપ વધતાં રાજ્યના આરોગ્ય સચિવ જયંતી રવિએ રાજકોટમાં ધામા નાખ્યા છે.


રાજકોટમાં 3000 બેડની ક્ષમતા સામે 771 જ દર્દી દાખલ છતાં નવી કોવિડ હોસ્પિટલ ઉભી કરવાના આદેશ આપવામાં આવ્યા છે. સાથે જ અમદાવાદની 11 તબીબોની ટીમને રાજકોટ બોલાવવામાં આવી છે.

રાજકોટમાં કોરોનાની સ્થિતિ વણસે નહીં તે માટે સરકારે આગોતરું આયોજન કર્યું છે. જેના ભાગરૂપે સરકાર રાજકોટને નવા 100 વેન્ટીલેટર આપશે.

31 ઓગસ્ટના રોજ રાજ્યમાં કોરોનાના 1280 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 14 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3022 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 15631 એક્ટિવ કેસ છે, જ્યારે 77782 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 79 દર્દી વેન્ટીલેટર પર છે અને 15552 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 96435 પર પહોંચી છે.

ક્યાં કેટલા નોંધાયા કેસ

સુરત કોર્પોરેશનમાં 171, અમદાવાદ કોર્પોરેશનમાં 147, વડોદરા કોર્પોરેશનમાં 93, જામનગર કોર્પોરેશમાં 91, સુરતમાં 86, રાજકોટ કોર્પોરેશમાં 84, પંચમહાલ 39, વડોદરા 35, રાજકોટ 34, અમરેલી 30, મહેસાણા 29, મોરબી 28, અમદાવાદ 26, ભાવનગર કોર્પોરેશનમાં 26, પાટણમાં 25, જામનગરમાં 23, સુરેન્દ્રનગર 21, આણંદમાં 20, ભરૂચમાં 20, ગાંધીનગર કોર્પોરેશનમાં 20, કચ્છમાં 20 કેસ નોંધાયા છે.