રાજકોટ: જો તમે પણ રાશનકાર્ડ ધારક છો તો તમારા માટે ઇ-કેવાયસી કરાવવું ફરજિયાત છે. આવી સ્થિતિમાં, જો તમે 31 ડિસેમ્બર, 2024 સુધીમાં ઇ-કેવાયસી નહીં કરાવો, તો તમને મફત રાશન મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. તમારુ રેશનકાર્ડ પણ કેન્સલ થઈ શકે છે. તેથી, આ કામ સમયસર પૂર્ણ કરો.
એજન્ટો દ્વારા 600 રૂપિયા ઉઘરાવી કામ થતું હોવાનો આરોપ
દરેક શહેરમાં હાલ રાશનકાર્ડ માટેની e-kycની કામગીરી ચાલી રહી છે. આ દરમિયાન રાજકોટ શહેરમાંથી એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. મહિલાઓને હેરાનગતિ થતી હોવાનો વિડિયો વાયરલ કરવામાં આવ્યો છે. આ સાથે જ અહીં એજન્ટો દ્વારા 600 રૂપિયા ઉઘરાવી કામ કરાવતા હોવાના આક્ષેપ પણ થયા છે.
તપાસના આદેશ આપવામાં આવ્યા
આ સમગ્ર મામલે જિલ્લા કલેકટર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. ઝોનલ કચેરીમાં એજન્ટોના આક્ષેપ અને અન્ય સમસ્યા અંગે ડીએસઓને તપાસના આદેશ આપવામાં આવ્યા છે. તમામ ઝોનલ કચેરીમાં કડક મોનિટરિંગ કરવામાં આવશે. એક ઉચ્ચ અધિકારી દ્વારા દિવસમાં એક વખત ફરજિયાત કોઇ પણ સમયે સરપ્રાઇઝ વિઝિટ કરી કામગીરીનું ચેકિંગ કરવામાં આવશે.
આ રીતે ઓનલાઈન કરો E KYC
Google Play Store માંથી my Ration app ડાઉનલોડ કરો. રેશનકાર્ડ ધારકનો મોબાઇલ નંબર દાખલ કરો અને ઓટીપી દાખલ કરીને વેરીફાઈ કરો. પ્રોફાઈલમાં જઈને પાસવર્ડ સેટ કરો અને રેશનકાર્ડ સાથે લિંક કરો.
હોમ પેજ પર જાઓ અને આધાર E KYC ઓપ્શન પસંદ કરો. એક નવી વિન્ડો ખુલશે જેમાં આધાર ફેસ રીડર એપ્લિકેશનની લિંક મળશે. Google Play Store માંથી આ એપ્લિકેશન ડાઉનલોડ કરો. ચેકબોક્સ પર ક્લિક કરો અને કાર્ડની વિગતો મેળવો.
હોમ પેજ પર જાઓ અને આધાર E KYC ઓપ્શન પસંદ કરો. એક નવી વિન્ડો ખુલશે જેમાં આધાર ફેસ રીડર એપ્લિકેશનની લિંક મળશે. Google Play Store માંથી આ એપ્લિકેશન ડાઉનલોડ કરો. ચેકબોક્સ પર ક્લિક કરો અને કાર્ડની વિગતો મેળવો.
નવી વિન્ડો ખુલશે, જેમાં કોડ દાખલ કરો. પછી રાશનકાર્ડ અને તેના સભ્યોની વિગત દર્શાવશે. એક નાનું વિન્ડો ખૂલી જશે, જેમાં દર્શાવશે કે E KYC થયેલું છે કે નહીં. જે નામ સામે "NO" દેખાય, તે નામને E KYC માટે પસંદ કરો.
નવી વિન્ડો ખૂલી જશે, ત્યાં ચેકબોક્સ પર ક્લિક કરીને OTP જનરેટ કરો અને વેરીફાઈ કરો. આધાર ફેસ રીડર એપ્લિકેશન ઓપન થશે, જે વ્યક્તિનું વેરીફાઈ કરવાનું છે તેની સેલ્ફી લો. આંખ ખૂલી રાખવી જરૂરી છે.
ગ્રીન લાઈન થયા બાદ, E KYC સફળતાપૂર્વક થશે અને તમે સબમિટ પર ક્લિક કરો. હવે, તમને "સક્સેસફુલ મેસેજ" મળશે.
Ration Card ekyc: આ રીતે રાશનકાર્ડ eKYC ઘરે બેઠા કરો, જાણો એકદમ સરળ પ્રોસેસ