Dhoraji News: હાલ ઉનાળો રૌદ્ર સ્વરૂપમાં છે, આ સમયે પાણીની માંગમાં વધારો થયો છે. જોકે રાજ્યના ઘણા શહેરોમાં અત્યારથી જ પાણીનો કકળાટ શરૂ થયો છે. શહેર ભાજપ પ્રમુખ રાજુભાઈ બાલધાએ ચીફ ઓફિસરને પત્ર લખ્યો છે. જેમાં સાત દિવસે આવતું પાણી બે દિવસ આપવાની માંગ કરવામાં આવી છે. પત્રમાં રાજુ બાલધાએ ચેતવણીભર્યુ લખાણ લખ્યું છે, જે મુજબ પાણી પ્રશ્ને કોઈ આંદોલન થશે તો અધિકારીની જવાબદારી રહેશે તેવો ઉલ્લેખ કરીને ફોફળ, ભાદર-2 ડેમમંથી પાણી ન અપાતું હોવાનો આરોપ છે.


ધોરાજીમાં પાણી અનિયમિતાને કારણે ધોરાજીની જનતામાં રોષનો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ધોરાજીના ફોફળ ડેમ તેમજ ભાદર-2 ડેમમાં પાણીનો  જથ્થો પૂરતો હોવા છતાં પાણી ના ધાંધિયાના કારણે લોકો હેરાન છે. ધોરાજીમાં  દર સાત દિવસે પાણી આવે છે તેની જગ્યાએ દર બે દિવસે તેમજ સ્વચ્છ પાણી આપવાની માંગ સાથે પત્ર લખવામાં આવ્યો છે. ધોરાજીમાં દર સાત દિવસે પાણી વિતરણ કરાય છે એ પણ ગંદુ પાણી વિતરણ કરાતાનો પત્રમાં ઉલ્લેખ છે. ધોરાજી ફિલ્ટર પ્લાન સાફ કરી દર બે દિવસે પાણી વિતરણ કરવા માંગ કરવામાં આવી છે.  કાળઝાળ ઉનાળો હોઈ લોકોને પાણીની જરૂરિયાત હોઈ દર બે દિવસે પાણી વિતરણ કરવાની માગ કરતો પત્ર ચીફ ઓફિસરને ભાજપ પ્રમુખે પત્ર લખ્યો છે.