રાજકોટ: ગુજરાતના તમામ શહેરોમાં કાળઝાળ ગરમીથી લોકો પરેશાન છે. રાજ્યના અનેક શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે.  રાજયમાં કમોસમી વરસાદ બાદ છેલ્લા બે દિવસથી હીટવેવની અસર જોવા મળી રહી છે. રાજકોટ શહેરમાં આ સિઝનમાં હાઈએસ્ટ તાપમાન નોંધાયું છે. રાજકોટમાં પણ 43.7 ડિગ્રી સાથે ચાલુ સિઝનનું સૌથી ઉંચુ તાપમાન નોંધાયુ હતું. તાપમાનનો પારો સતત વધી રહ્યો છે. લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી રહ્યા છે.   અનેક શહેરો ગરમીની ભઠ્ઠીમાં શેકાઈ રહ્યા છે. 


રાજયમાં હજુ પણ ગરમીનો પારો ઉંચકાશે


અમદાવાદ, સુરેન્દ્રનગર, ડિસા, રાજકોટમાં સૌથી વધારે તાપમાન જોવા મળી રહ્યું છે. સુરેન્દ્રનગર શહેરમાં પણ તાપમાનનો પારો સતત વધી રહ્યો છે. જેના કારણે લોકો ઘરની બહાર પણ નિકળી શકતા નથી.  ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે.  રાજયમાં હજુ પણ ગરમીનો પારો ઉંચકાશે. અગામી 5 દિવસ ગરમીથી કોઈ રાહત નહી મળે.  રાજ્યના અનેક શહેરમાં હજુ પણ તાપમાન વધવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. બાળકો અને વૃધ્ધો હીટસ્ટ્રોકથી બચે તે અંગે પણ અપીલ કરાઈ છે. 


કાળઝાળ ગરમીની કરાઈ આગાહી


રાજ્યના હવામાન વિભાગ દ્વારા કાળઝાળ ગરમીને લઈ આગાહી કરાઈ છે.  પોરબંદર,ગીરસોમનાથ,ભાવનગર અને કચ્છમાં હીટવેવની આગાહી કરાઈ છે.  છેલ્લા 24 કલાક દરમિયાન સુરેન્દ્રનગરમાં સૌથી વધુ તાપમાન નોંધાયું છે. અમદાવાદ શહેરમાં પણ સૌથી વધુ તાપમાન નોંધાયું છે. 


અમદાવાદમાં 44.2 ડિગ્રી, ડીસામાં 44.4 ડિગ્રી, ગાંધીનગરમાં 44  ડિગ્રી, સુરેન્દ્રનગર 44.7 ડિગ્રી, વડોદરામાં 42.2 ડિગ્રી, સુરતમાં 35.8 ડિગ્રી, ભુજમાં 43.8 ડિગ્રી, નલિયામાં 38.5 ડિગ્રી, અમરેલીમાં 43.2 ડિગ્રી, ભાવનગરમાં 39.7 ડિગ્રી, દેવભૂમિ દ્વારકામાં 33.6 ડિગ્રી, પોરબંદરમાં 36.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે. 


લોકો ગરમીમાં લૂ ના લાગે તે માટે ડુંગળી લસણનો પણ ઉપયોગ કરી રહ્યા છે. ગરમીથી બચવા માટે લોકો બપોરના સમયે બહાર જવાનું ટાળી રહ્યાં છે. અસહ્ય ગરમી દરમિયાન લીંબુ પાણીનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. 



  1. તમારી જાતને હાઇડ્રેટેડ રાખો


રિપોર્ટ અનુસાર, ઉનાળામાં મોડી રાત સુધી ફરવાથી વધુ પડતો પરસેવો થાય છે, જેના કારણે શરીરમાં પાણીની ઉણપ થાય છે, ડીહાઈડ્રેશનથી બચવા માટે ઓછામાં ઓછું 2-3 લીટર પાણી પીવું જોઈએ. દિવસના તમારા આહારમાં પુષ્કળ ફળો અને શાકભાજીનું સેવન કરો



  1. બહાર જવાનું ટાળો


જો તમારે હીટ વેવથી બચવું હોય તો ઘરની બહાર ન નીકળો. જો તમારા ઘરમાં કુલર, એસી ન હોય તો જાડા પડદા રાખો. આમ કરીને પણ તમે ખુદને લૂ થી બચાવી શકો છો.



  1. તડકાથી બચવાની કોશિશ કરો


ઉનાળામાં દિવસ દરમિયાન ઘણીવાર લોકો હીટ સ્ટ્રોકનો શિકાર બને છે. જો કોઈ અગત્યનું કામ ન હોય તો ઘરની બહાર ન નીકળો. જો ઘરની બહાર જવું ખૂબ જ જરૂરી હોય તો જૂના કપડાં અને જાડા કપડા જ બહાર કાઢો.



  1. ખાલી પેટ ઘરની બહાર ન નીકળો


જો બહાર ઉનાળામાં લૂ ફૂંકાતી હોય તો ક્યારેક ખાલી પેટે ઘરની બહાર ન નીકળવું જોઈએ. ખાલી પેટે બહાર નીકળવાથી તમારું શરીર ગરમીના પ્રારંભિક તબક્કામાં ઝડપથી બહાર આવે છે. જેના કારણે તમને ચક્કર આવી શકે છે અને ઝાડા થઈ શકે છે.