રાજકોટ: ગોંડલના પૂર્વ ધારાસભ્ય પોપટભાઈ સોરઠીયા હત્યા કેસમાં અનિરૂદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી એક સપ્તાહની રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે રીબડાના અનિરૂદ્ધસિંહ જાડેજાને રાહત આપી છે. અનિરુદ્ધસિંહ જાડેજા જેલમાં હાજર નહી થાય. સુપ્રીમ કોર્ટમાંથી અનિરુદ્ધસિંહ જાડેજાએ મનાઇ હુકમ મેળવ્યો છે. મહત્વનું છે કે અનિરુદ્ધસિંહના સરેન્ડર થવાનો આજે અંતિમ દિવસ હતો.
સુપ્રીમ કોર્ટનાં આદેશ બાદ આજે અનિરુદ્ધસિંહ જાડેજાએ જુનાગઢ જેલમાં સરેન્ડર કરશે તેવા અહેવાલો સવારથી જ વહેતા થયા હતા. અંતે સુપ્રીમ કોર્ટે રીબડાના અનિરૂદ્ધસિંહ જાડેજાને રાહત આપી છે. અનિરુદ્ધસિંહ જાડેજા જેલમાં હાજર નહી થાય. તેમને સુપ્રીમ કોર્ટમાંથી એક સપ્તાહની રાહત મળી છે.
આ અગાઉના ઘટનાક્રમની વાત કરીએ તો અનિરુદ્ધસિંહ જાડેજાને સજામાફી મળતા પોપટ સોરઠીયાનાં પ્રપોત્ર હરેશ સોરઠીયાએ હાઇકોર્ટનું શરણું લીધું હતું.ત્યાર બાદ હાઈકોર્ટે અનિરુદ્ધસિંહ જાડેજાની સજા મોફુફી રદ કરી 18 સપ્ટેમ્બર સુધીમાં સરેન્ડરનો આદેશ કર્યો હતો. જો કે, હાઈકોર્ટનાં આદેશને અનિરુદ્ધસિંહ જાડેજાએ સુપ્રીમમાં પડકાર્યો હતો. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી બાદ કોર્ટે સજા મોકૂફી રદ કરવાના હાઇકોર્ટના આદેશને ગ્રાહ્ય રાખ્યો હતો.
શું બની હતી સમગ્ર ઘટના
આ કેસની વિગત મુજબ ગોંડલની સંગ્રામસિંહજી હાઇસ્કૂલમાં 15 ઓગસ્ટ 1988 ના સ્વતંત્રતા દિવસે ધ્વજ વંદન કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય પોપટભાઈ સોરઠીયાને અનિરૂદ્ધસિંહ જાડેજા દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટના પછી પોલીસે અનિરૂદ્ધસિંહ જાડેજા અને નિલેશ કુમારની ધરપકડ કરી હતી. તેઓને સાક્ષીઓ પ્રતિકૂળ હોવાથી કેસમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. ત્યાર પછી જેની સામે સરકાર દ્વારા અપીલ કરવામાં આવતાં તા.10-7-1997ના રોજ સુપ્રીમકોર્ટે જન્મટીપની સજા ફટકારી હતી.
બાદમાં અનિરુદ્ધસિંહ જાડેજા ત્રણ વર્ષ સુધી ફરાર રહ્યા હતા. અનિરૂદ્ધસિંહ જાડેજાએ 18 વર્ષની સજા ભોગવી હતી. ત્યારબાદ અનિરુદ્ધસિંહ જાડેજાના પુત્ર એ 29 જાન્યુઆરી 2018 ના રોજ જેલના એડીજીપી ટી.એસ બીષ્ટને પત્ર લખીને માફી પર મુક્ત કરવાની વિનંતી કરી હતી. આ પત્રને ધ્યાનમાં લઈને તેમને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા.
સ્વ.ધારાસભ્યના પૌત્ર હરેશ સોરઠીયાએ એડવોકેટ સુમિત સિકરવાર મારફતે અરજી દાખલ કરીને અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફીને પડકારી છે. આ અરજીના આધારે હાઇકોર્ટ રાજ્ય સરકાર, પૂર્વે એડીજીપી ટી.એસ બિષ્ટ અને અનિરૂદ્ધસિંહ જાડેજાને નોટિસ ફટકારીને જવાબ માંગ્યા છે. સજા માફીની પડકારતી અરજીની સુનાવાણીમાં સજા માફીનો લાભ આપવા મુદ્દે વહેલા જેલમાંથી મુક્ત કરવા મામલે સરકાર અને જેલ સત્તાવાળાઓના નિર્ણયની આલોચના કરી હતી.