રાજકોટઃ સૌરાષ્ટ્રમાં ધીમે ધીમે કોરોનાનો પગપેસારો વધી રહ્યો છે. બુધવારે જૂનાગઢ અને મોરબીમાં કોરોનાનો વધુ 1-1 કેસ સામે આવ્યો છે. આ સાથે જ જૂનાગઢમાં કુલ કેસ 27 તો મોરબીમાં કુલ કેસની સંખ્યા 3એ પહોંચી છે.


જૂનાગઢની વાત કરીએ તો શહેરમાં ઝાંઝરડા રોડ વિસ્તારમાં ૩૪ વર્ષીય પુરૂષનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. જૂનાગઢમાં અત્યાર સુધીમાં 27 કેસ થઈ ગયા છે જેમાંથી 12ને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને 15 કેસ હજુ પણ એક્ટવિ છે.

મોરબીની વાત કરીએ તો ટંકારા તાલુકાના જયનગર ગામના 38 વર્ષના યુવાનનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ આવ્યો છે. આ યુવાન અમદાવાદથી આવ્યો હોવાની માહિતી આરોગ્ય વિભાગને મળી છે. હાલમાં આરોગ્ય વિભાગ ટંકારના જયનગર દોડી ગયું છે. આ સાથે મોરબીમાં કુલ કેસની સંખ્યા 3એ પહોંચી છે. જ્યારે 2 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

27મેના આરોગ્ય વિભાગના આંકડા અનુસાર, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 23 લોકોનાં મોત થયા છે. તેમાં અમદાવાદ 19, સુરત 2, મહીસાગર અને વડોદરામાં એક-એક મોત કોવિડ-19ના કારણે થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 7547 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં હાલ 6720 એક્ટિવ કેસ છે જેમાં 92 વેલ્ટીલેટર પર છે અને 6628 દર્દીઓ સ્ટેબલ છે.

રાજ્યમાં કેસનો ડબલિંગ રેટ 24.84 દિવસ થયો છે. છેલ્લા 24 કલાકમાં 4550 ટેસ્ટ કરાયા છે. અત્યાર સુધી કુલ 1 લાખ 93 હજાર 863 ટેસ્ટ કરવામાં આવ્યા છે.