રાજકોટઃ શહેરના કિસાનપરા સ્થિત બલોન સ્પામાં દરોડા પાડી પોલીસે સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપારનો પર્દાફાશ કર્યો છે. તેમજ પોલીસે ચાર યુવતીઓને મુક્ત કરાવી છે. પોલીસે દરોડો પાડતાં એક રૂમમાંથી યુવક યુવતી કઢંગી હાલતમાં મળી આવ્યા હતા. જેમની પૂછપરછ કરતાં દેહવ્યાપાર ચાલતું હોવાનો પર્દાફાસ થયો હતો.
સ્પા સંચાલક સહિત બે શખ્સ ગ્રાહકો પાસેથી રૂ.3 હજાર વસૂલી યુવતીઓ પાસે દેહવ્યાપાર કરાવતા હતા. બી.કે. કોમ્પ્લેક્સમાં પહેલા માળે ચાલતા બ્લોન સ્પામાં સ્પાની આડમાં કૂટણખાનુ ચાલતું હોવાની માહિતી મળતાં એન્ટિ હ્યુમન ટ્રાફિકિંગ શાખાના પીએસઆઇ અંસારી સહિતના સ્ટાફે ડમી ગ્રાહક મોકલી બ્લોન સ્પામાં દરોડો પાડ્યો હતો.
સ્પામાં પહોંચેલા ડમી ગ્રાહકને ત્યાં હાજર સ્પા સંચાલક અને એપોલો સોસોયટીમાં રહેતા તુષાર તરવેન્દ્ર ચેરમા અને સેન્ટરવન કોમ્પ્લેક્સમાં રહેતા ગણેશ રતિ ભૂલે ગ્રાહકને અલગ અલગ ચાર યુવતી બતાવી હતી અને યુવતી સાથે મજા કરવા રૂ.3 હજાર કહ્યા હતા. ગ્રાહકે 3 હજાર રૂપિયા આપતા જ ગ્રાહકને એક યુવતી સાથે મોકલી દેવાયો હતો.
બીજી તરફ કૂટણખાનું ચાલતું હોવાનું સ્પષ્ટ થતાં પોલીસે રેડ કરી હતી. તેમજ તુષાર તરવેન્દ્ર ચેરમા અને ગણેશ રતિ ભૂલને ઝડપી લીધા હતા. સ્પામાં બંગાળની બે, નાગાલેન્ડ અને અરૂણાચલપ્રદેશની એક એક યુવતી સહિત ચાર યુવતી મળી આવી હતી અને આ યુવતીઓ પાસે બંને શખ્સ દેહવ્યાપાર કરાવતા હતા. ગ્રાહકો પાસેથી 3 હજાર રૂપિયા વસૂલી યુવતીને 1 હજાર રૂપિયા આપતા, જ્યારે 2 હજાર રૂપિયા પોતે રાખતા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા 6 હજાર રૂપિયા, ચાર મોબાઇલ અને ડીવીઆર સહિત કુલ રૂ.23100નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
રાજકોટઃ યુવક 3000 રૂપિયા આપી સ્પામાં અરૂણાચલની યુવતી સાથે માણી રહ્યો હતો શરીર સુખ ને .......
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Dec 2020 12:09 PM (IST)
પોલીસે દરોડો પાડતાં એક રૂમમાંથી યુવક યુવતી કઢંગી હાલતમાં મળી આવ્યા હતા. જેમની પૂછપરછ કરતાં દેહવ્યાપાર ચાલતું હોવાનો પર્દાફાસ થયો હતો.
પ્રતિકાત્મક તસવીર.
- - - - - - - - - Advertisement - - - - - - - - -